બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Tripartite battle between BJP, Congress and AAP in Himmatnagar

VTV ANALYSIS / ગુજરાતની એક એવી સીટ કે જ્યાં રહ્યો છે ભાજપનો દબદબો, આ વખતે જામશે ખરાખરીનો જંગ, જુઓ શું કહે છે જ્ઞાતિ સમીકરણ

Malay

Last Updated: 12:05 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે.

  • કોંગ્રેસે આ વખતે પણ જૂના ચહેરા પર વ્યક્ત કર્યો વિશ્વાસ 
  • 2017માં ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી આ સીટ 
  • કોંગ્રેસ કરતાં ભાજપે અહીંથી જીતી છે વધુ ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્વ આ રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે આવશે. રાજકીય પક્ષો વધુને વધુ બેઠક જીતીને સત્તા કબજે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસનું ધ્યાન ગત ચૂંટણીમાં પાતળી સરસાઈથી ચુકી જવાયેલી બેઠકો પર પણ છે. જે પૈકીની સાબરકાંઠા જિલ્લાની એક બેઠક હિંમતનગર વિધાનસભા બેઠક છે. આ બેઠક પર ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 1,712 વોટથી પરાજય આપ્યો હતો. તો ભાજપ પણ સતર્ક છે અને ચૂંટણીની રણનીતિ બનાવી રહ્યું છે.

હિંમતનગરમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ 
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં હિંમતનગર બેઠક પર કોંગ્રેસે ફરી કમલેશકુમાર જયંતભાઈ પટેલ પર વિશ્વાસ મૂક્યો છે, જ્યારે ભાજપે આ વખતે વિનેન્દ્રસિંહ દિલીપસિંહ (વી.ડી.ઝાલા)ને તક આપી છે અને માનવામાં આવી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ શકે છે. બીજી તરફ ગુજરાતની ચૂંટણીમાં પૂરેપૂરો જોર લગાવી રહેલી આમ આદમી પાર્ટીએ નિર્મલસિંહ અજાબસિંહ પરમારને મેદાનમાં ઉતાર્યા છે.

હિંમતનગર બેઠકના પરિણામ
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાને 94,340 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના કમલેશકુમાર જયંતિભાઈ પટેલ બીજા ક્રમે રહ્યા હતા અને તેમને 92,628 મત મળ્યા હતા. બંને વચ્ચે જીત અને હારનું માર્જીન માત્ર 1,712 વોટ હતું. મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી રાજુભાઈ ચાવડા સતત બીજી વખત જીત્યા હતા. રાજુભાઈ 2012ની ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. તેમણે ભાજપના પટેલ પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલને 12,356 મતોથી હરાવ્યા હતા.

આ પહેલાની ચાર ચૂંટણીઓમાં પણ ભાજપનું જ શાસન રહ્યું છે. વર્ષ 2007માં ભાજપના પ્રફુલભાઈ ખોડાભાઈ પટેલ, 2002માં ચાવડા રણજીતસિંહ, 1998માં ચાવડા રણજીતસિંહ અને 1995માં ચાવડા રણજીતસિંહ નરસિંહ જીત્યા હતા. મહત્વની વાત એ છે કે આ બેઠક પર 1980ની ચૂંટણી પણ ભાજપના નામે જ હતી. આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી બીજા ક્રમે રહી હતી.

કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો આ બેઠક પર 1962, 1972, 1975 અને 1985ની ચૂંટણીઓમાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો હતો. જોકે, ઘણી ચૂંટણીઓમાં અન્ય પક્ષોના ઉમેદવારો પણ જીત્યા છે. 1967માં SWAના ડી.હિંમતસિંહ અને 1990માં જનતા દળના પટેલ ભગવાનદાસ હરિભાઈએ વિજય ધ્વજ લહેરાવ્યો હતો.

જ્ઞાતિ-જાતિના સમીકરણો
હિમતનગર વિધાનસભા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,80,152 છે. આ પૈકી 1,42,791 પુરૂષ અને 1,37,343 મહિલા મતદારો છે. આ બેઠક પર અન્ય 18 મતદારો પણ છે. હિંમતનગર વિધાનસભા બેઠક પર પાટીદારો અને ક્ષત્રિયોનું પ્રભુત્વ રહ્યું છે.  2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ વસ્તીમાંથી 70.29% ગ્રામીણ અને 29.71% શહેરી વસ્તી છે. અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 10.19 અને 2.87 છે. આ મતવિસ્તારમાં 339 મતદાન મથકો છે. મતદાન મથકોની વાત કરીએ તો હિંમતનગર વિધાનસભા બેઠક પૈકી 275 ગ્રામ્ય જ્યારે 64 શહેરી એમ કુલ 339 મતદાન મથકો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ