ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
વિશ્વની સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક કોઇને કોઇ કારણોસર ચર્ચામાં રહે જ છે. અગાઉ, ટ્વિટર ખરીદવા અંગે ત્યારબાદ ક્રિપ્ટોકરન્સી ડોગેકોઈનના રોકાણકારે તેમના પર કેસ કર્યો. અને હવે ફરી એકવાર તેઓ પોતાની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં આવ્યા છે. એલન મસ્કની ટ્રાન્સજેન્ડર પુત્રીએ પોતાનું નામ બદલવા માટે અરજી કરી છે. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે હું હવે મારા બાયોલોજિકલ પિતા સાથે નથી રહેતી અને ન તો હું તેમની સાથે કોઈપણ રીતે સંબંધ રાખવા માંગું છું. તેણે અરજીમાં પોતાનું નામ બદલવાની વિનંતી કરી છે.
પુત્રીએ કોર્ટમાં કરી અરજી
ADVERTISEMENT
એક રિપોર્ટમાં જણાવ્યાનુસાર એલન મસ્કની ટ્રાન્સજેન્ડર પુત્રીનું નામ ઝેવિયર એલેક્ઝાન્ડર મસ્ક અને તેની માતાનું નામ જસ્ટિન વિલ્સન છે. એપ્રિલમાં, તેણે નામ બદલવા અને તેની નવી ઓળખ દર્શાવતા પ્રમાણપત્ર માટે લોસ એન્જલસ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં અરજી દાખલ કરી. આ તાજેતરમાં જ સામે આવ્યું જ્યારે તેણે વિશ્વભરની મીડિયા સેવાઓનું ધ્યાન આકર્ષિત કર્યું.

ADVERTISEMENT
પિતાથી અલગ થઇ ગઇ છે પુત્રી
મહત્વનું છે કે ઝેવિયર એલેક્ઝેન્ડર મસ્ક હાલમાં જ એલન મસ્કથી અલગ થઇ ગઇ છે. તેણે કોર્ટમાં પોતાની નવી ઓળખના આધાર પર પુરુષમાંથી મહિલામાં રૂપાંતર કરવા માટે પોતાનું નવું નામ દાખલ કરવાનો અનુરોધ કર્યો છે. જો કે ઓનલાઇન દસ્તાવેજમાં તેનું નામ સુધારી લેવામાં આવ્યું છે. તેની માતા જસ્ટિન વિલ્સને 2008માં એલન મસ્કને છૂટાછેટા આપી દીધા હતા.
ADVERTISEMENT
એલન મસ્કે નથી આપ્યુ કોઇ નિવેદન
હાલમાં, આ મામલે અલન મસ્ક કે તેના કાર્યાલય તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. મહત્વનું છે કે દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અલન મસ્ક પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે તેની નવી ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર જોવા મળ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે તે ફ્રાન્સના સેન્ટ ટ્રોપેઝમાં ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસેટ સાથે લંચ માણતો જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ