ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
વર્તમાન સમયમાં ટ્રાફિકના નિયમોની જાણકારી ખુદની અને બીજાની સુરક્ષા માટે ખૂબ જરૂરી બની ગઈ છે. ત્યારે બાળકોને ટ્રાફિક નિયમોની જાણકારી બાળપણથી જ મળી રહે તે માટે તામિલનાડુના કોઈમ્બતુરમાં ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવામાં આવ્યો છે. કેવો છે આ પાર્ક અને કઈ રીતે બની છે બાળકો માટેની ટ્રાફિક જ્ઞાન શાળા જાણીએ.
ADVERTISEMENT
હાલ સમગ્ર દેશમાં નવા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક વિભાગ રોડ પર ઉતરી પડયો છે. ટ્રાફિક ભંગના કિસ્સાઓમાં દંડની કાર્યવાહીથી નારાજ નાગરિકો અને દંડ વસૂલી માટે પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો રોજ સામે આવી રહ્યા છે. આ પ્રકારનો માહોલ સર્જાવા પાછળનું એક મોટું કારણ એ છે કે આપણી જૂની પેઢી એક મોટા શિક્ષણથી વંચિત રહી ગઈ છે. તે છે ટ્રાફિકના નિયમોનું શિક્ષણ.
જો કે તે સમયે ટ્રાફિક નિયમ પાલન અંગેના શિક્ષણની આજ જેટલી જરૂરિયાત જણાતી ન હતી પરંતુ હવે સમય બદલાયો છે. હવે જીવનના અન્ય નિયમોની જેમ ટ્રાફિકના નિયમો શીખવા અને તેનું પાલન કરવું એ પણ એક જીવનરક્ષક જરૂરિયાત બની ગઈ છે. આ જરૂરિયાત કોઈ સમજે કે ન સમજે પરંતુ તમિલનાડુના કોઈમ્બતુરના કેટલાક દીર્ઘ દ્રષ્ટાઓને સમજાઈ ગઈ છે.
ADVERTISEMENT
બાળકો એક પાર્કમાં સાયકલિંગ કરી રહ્યા છે. પરંતુ જો જરા ધ્યાનથી જોશો તો તમને ચોક્કસ લાગશે કે આ કોઈ સામાન્ય મનોરંજન પાર્ક નથી. આ પાર્ક કરતાં વધારે પાઠશાળા છે. આ પાઠશાળામાં બાળકો નાની ઉંમરથી જ ટ્રાફિકના નિયમો શીખી રહ્યા છે અને પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી રહ્યા છે. તમિલનાડુના કોઈમ્બતુર પાસેના મેટ્ટુપલ્લયમ ખાતે સુરક્ષા મોડેલ સ્કૂલ સાથેનો ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આપણા દેશમાં રોડ પર અકસ્માતોની વધી રહેલી સંખ્યાને જોતાં આ પહેલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં રોડ સેફ્ટીનો મેસેજ ફેલાય તે ઉદેશ્ય સાથે આ મોડેલ સ્કૂલ સાથેના ચિલ્ડ્રન્સ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
શાળાની થારિની નામની વિદ્યાર્થીનીએ કહ્યું કે, અમે અહીં ટ્રાફિક નિયમ શીખવા માટે સાયકલિંગ કરી રહ્યા છીએ. અનેક વિદ્યાર્થીઓ ટ્રાફિક નિયમની જાણકારીના અભાવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આથી એ જરૂરી છે કે, અમે સ્કૂલ લેવલથી જ માર્ગ સુરક્ષાના નિયમો વિશે વધારે જાણકારી મેળવવીએ અને તેનો અમલ કરીએ અને મિત્રોમાં શેર કરીએ.
ADVERTISEMENT
આ પાર્કનું સ્થાનિક વહીવટ મંત્રી એસ. પી. વેલુમનીના હસ્તે ખૂલ્લો મુકાયો હતો. આ પાર્કનો મુખ્ય ઉદેશ્ય બાળકોને પ્રાથમિક શિક્ષણથી જ ટ્રાફિકના નિયમો અંગેનું શિક્ષણ આપવાનો અને તેનું પાલન કરાવવા પ્રતિબદ્ધ બનાવવાનો છે. આ સેફ્ટી મોડેલ સ્કૂલમાં 3000 જેટલા વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષાના નિયમો અંગે તાલીમ આપવામાં આવશે અને એ પણ આ પાર્કના રૂટ પર લાઈવ એજ્યુકેશન દ્વારા. આ માર્ગ સેફ્ટી રુલ્સ પાર્કમાં એ બધું જ છે જે શહેરના રોડ અને હાઈવે પર હોય છે. વોર્નિગ લાઈટ, ઝિબ્રાક્રોસિંગ અને અન્ય એ તમામ સિગ્નલ્સ અહીં છે જે જાહેર રોડ પર હોય છે. આ પાર્કની ડિઝાઇન ખાનગી કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ બાળપણથી જે અહીં ટ્રાફિક રુલ્સ આત્મસાત કરી રહ્યા છે.
દક્ષકન્યા નામાની એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, આ ટ્રાફિક પાર્ક યંગ જનરેશન માટે છે. જેઓ ભવિષ્યમાં માર્ગ સુરક્ષા માટેના નિયમો અહીથી શીખે છે. અમે રોડ અકસ્માતમુક્ત ભારત બનાવવા માગીએ છીએ. દેશમાં ક્યાંય પણ માર્ગ અકસ્માત ન થાય તેવું અમે ઈચ્છી રહ્યા છીએ. રોડ અકસ્માત આપણા દેશના હિતમાં નથી. આથી આપણે ટ્રાફિકના નિયમો શીખી રહ્યા છીએ અને પાળવા વચનબદ્ધ છીએ.
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય સડક સંગઠન અનુસાર દુનિયાભરના વાહનોની કુલ સંખ્યાના ત્રણ ટકા વાહનો ભારતમાં છે. એક અંદાજ મુજબ ભારતમાં આતંકવાદ અને ઉગ્રવાદના કારણે જેટલા લોકો મોતને ભેટ છે તેના કરતાં માર્ગ અકસ્માતમાં વધારે લોકો મોતના મુખમાં ઘકેલાય છે. કેદ્રીય પરિવહન મંત્રાલયના આંકડા મુજબ દેશમાં માર્ગ અકસ્માતમાં દર વર્ષે દોઢ લાખ નાગરિકો મૃત્યુ પામે છે. જેમાં 65 ટકા નાગરિકો 18થી 35 વર્ષ વચ્ચેના હોય છે. અકસ્માતોમાં દેશને સકુશળ માનવધન ગુમાવવું પડે છે. આ સ્થિતિના નિવારણ માટે નવી પેઢીને સ્કૂલ લેવલથી જ ટ્રાફિક નિયમના પાઠ શીખવવામાં આવે તો માનવભૂલના કારણે થતાં માર્ગ અકસ્માતનોની ઘટના નિવારી શકાશે અને ભાવિપેઢી સુરક્ષિત રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ