બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / this Actors has to evacuate the house: MP's husband said, does not allow a relationship

ઓડિશા / આ હિરોઈનને ખાલી કરવું પડશે ઘર: સાંસદ પતિએ કહ્યું, સંબંધ બનાવવા નથી દેતી

ParthB

Last Updated: 03:36 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાની કોર્ટે ઓડિશાની લોકપ્રિય અભિનેત્રી વર્ષા પ્રિયદર્શનીને એક્ટર અને લોકસભા સાંસદ પતિ અનુભવ મોહંતીનો ઘર ખાલી કરવાનો નિર્ણય સંભળાવાયો છે.

  • અનુભવ મોહંતી ઓડિશાના કેન્દ્રપારાથી સાંસદ છે 
  • તેમણે 2019માં  BJDની ટિકિટ પર ચૂંટણી લડી હતી. 
  • વર્ષ 2014માં થયા હતાં અનુભવ અને વર્ષાના લગ્ન 

 કોર્ટે અનુભવને આદેશ કર્યો કે, દર મહિને 30 હજાર આર્થિક મદદ આપવાનો આદેશ કર્યો 

ઓડિશાના કટક જિલ્લામાં સબ-ડિવીઝન જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પ્રદેશની ફેમસ એક્ટ્રેસ વર્ષા પ્રિયદર્શનીને એક્ટર અને લોકસભા સાંસદ પતિ અનુભવ મોહંતીનો ઘર ખાલી કરવાનો નિર્ણય સંભળાવાયો છે. બીજી બાજુ કોર્ટે સાંસદને દર મહીનાની 10મી તારીખ કે તે પહેલા પત્ની વર્ષાને 30 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓડિશા હાઈકોર્ટમાં પ્રદેશની સ્ટાર જોડી અનુભવ મોહંતી અને વર્ષા પ્રિયદર્શનીની વચ્ચે છુટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. 

કોણ છે અનુભવ મોહંતી અને અંગત જીવન કેમ પહોંચ્યું કોર્ટમાં.. 

-ઓડિશી ફિલ્મોની દુનિયામાં ખૂબ નામના મેળવ્યા બાદ અનુભવ મોહંતીએ પ્રદેશની પોપ્યુલર અભિનેત્રી સાથે વર્ષ 2014માં લગ્ન કરી લીધાં જો કે, થોડા દિવસો બાદ તેમના પારિવારીક સંબંધો વચ્ચે મન મોટાવ શરૂ થઈ ગયા હતાં. 

-અનુભવ મોહંતીએ વર્ષ 2016માં પહેલીવાર પોતાની પત્ની વર્ષાના વિરૂદ્ધ કોર્ટમાં એક અરજી દાખલ કરી જેમાં અનુભવ મોહંતીએ લખ્યું હતું કે, લગ્નના બે વર્ષ થઈ ગયા છે. પરંતુ મારી પત્ની વર્ષા  પ્રિયદર્શની શારીરિક સંબંધો અને સ્વાભાવિક દાંપત્ય જીવનની અનુમતી નથી આપી.

-બીજી બાજુ વર્ષાએ પોતાની અરજીમાં અનુભવ પર મા બનવાના અધિકારીઓ વંચિત રાખવાના આરોપો લગાવ્યા છે. આ સાથે વર્ષાએ પણ આરોપો લગાવ્યા હતાં કે, પતિ અનુભવ રીઢો આલ્કોહોલિક છે અને તેના ઘણા અફેર (અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધો) છે.

અનુભવે જુલાઈ 2020માં પત્ની સામે છૂટાછેડાની અરજી દાખલ કરી 

લોકસભા સાંસદ અનુભવ મોહંતીએ જુલાઈ 2020 માં દિલ્હીની એક અદાલતમાં તેમની પત્ની વર્ષા પ્રિયદર્શિની વિરુદ્ધ  છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. મોહંતીએ પારિવારિક ઝઘડા અને પતિ-પત્ની વચ્ચેના વ્યક્તિગત વિવાદનો હવાલો છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. મોહંતીએ પારિવારિક ઝઘડા અને પતિ-પત્ની વચ્ચેના વ્યક્તિગત વિવાદનો હવાલો આપ્યો હતો, જેના પગલે અભિનેત્રી વર્ષાએ 7 સપ્ટેમ્બરના રોજ તેના પતિ અનુભવ મોહંતી સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ