ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / these three players can break the record of highest score of t20 world cup
Last Updated: 09:41 AM, 12 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વર્ષના ટી20 વર્લ્ડ કપમાં 2 દેશોના 3 સ્ટાર પ્લેયર્સ મોટા રેકોર્ડને તોડવાની રેસમાં આગળ ચાલી રહ્યા છે. જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપનાં ઇતિહાસમા આ રેકોર્ડ સૌથી વધારે રનનો છે. ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમા અત્યાર સુધીમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ તૂટવા પર છે અને આમ ભારત અથવા ઓસ્ટ્રેલીયાનાં બેટ્સમેન કરશે. અત્યાર સુધી સૌથી વધારે રનનો રેકોર્ડ શ્રીલંકાનાં માહેલા જયવર્ધનનો છે. તેમણે ટી20 વર્લ્ડ કપમાં 31 મેચોમા 1016 રન બનાવ્યા છે અને આટલા રન બનાવવા માટે 1 સદી અને 6 હાફ સેન્ચુરીનો પણ સહારો લીધો છે. જયવર્ધને પોતાની છેલ્લી ટી20 વર્લ્ડ કપ મેચ વર્ષ 2014મા રમ્યા હતા.
ADVERTISEMENT
મહારેકોર્ડ તોડવાની રેસમાં ભારત - ઓસ્ટ્રેલીયાનાં બેટ્સમેન
ટી20 વર્લ્ડ કપ 2022મા ભારતનાં બે અને ઓસ્ટ્રેલીયાનો એક બેટ્સમેન એવો છે, જે આ કામ કરી શકે છે. આ ત્રણેયમાંથી એ મહારેકોર્ડને લઈને જબરદસ્ત ફાઇટ છે.

ADVERTISEMENT
રોહિત શર્મા 169 રન તો વિરાટ કોહલી 171 રન દૂર
જો કે આ વખતે ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી સિવાય ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પાસે પણ જયવર્ધનનો રેકોર્ડ તોડવાની તક છે. રોહિત અને વિરાટ વચ્ચે માત્ર 2 રનનું અંતર છે. રોહિતે અત્યાર સુધી રમાયેલી 33 T20 વર્લ્ડ કપ મેચમાં 847 રન બનાવ્યા છે જ્યારે વિરાટ કોહલીએ માત્ર 21 મેચમાં 845 રન બનાવ્યા છે. એટલે કે, રોહિત તે મહાન રેકોર્ડથી 169 રન દૂર છે જ્યારે વિરાટ 171 રનના અંતરે ઉભો છે.
.jpg)
ADVERTISEMENT
ડેવિડ વોર્નર 254 રન દૂર
રોહિત-વિરાટની જેમ જ ઓસ્ટ્રેલીયાનાં ડેવિડ વોર્નર પર પણ ફેન્સની નજર હશે, જે ટી20 વર્લ્ડ કપની 30 મેચમા 762 રન બનાવી ચૂક્યા છે. એટલે કે વોર્નરે જયવર્ધનનો રેકોર્ડ તોડવા માટે ટી20 વર્લ્ડ કપ 2022માં 254 રન બનાવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ