બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ... then strict action will be taken against Radhe movie viewers: Salman Khan gave a stern warning to the viewers

બોલિવૂડ / ... તો રાધે મૂવી જોનાર પર થશે કડક કાર્યવાહી : સલમાન ખાને દર્શકોને આપી કડક ચેતવણી

ParthB

Last Updated: 10:45 AM, 17 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનની બહુ ચર્ચિત ફિલ્મ "રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ" OTT પ્લેટફોર્મ ઝી પ્લેક્સ પર રીલીઝ થઈ છે

  • રીલીઝ થયાના થોડા સમયમાં જ ઝી પ્લેક્સનું સર્વર ક્રેશ થઈ ગયું
  • સલમાન ખાને એક ટ્વિટ દ્વારા લોકોને વિનંતી કરી
  • વિડિયોના માધ્યમથી લોકોને પાઇરેટેડ ફિલ્મ ના જોવાની અપલી કરી

રીલીઝ થયાના થોડા સમયમાં જ ઝી પ્લેક્સનું સર્વર ક્રેશ થઈ ગયું
સલમાન ખાનની બહુ ચર્ચિત ફિલ્મ "રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ" OOT પ્લેટફોર્મ ઝી પ્લેક્સ પર રીલીઝ કરવા મૂકી દીધી છે. ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના પરિણામે રીલીઝ થયાના થોડા સમયમાં જ ઝી પ્લેક્સનું સર્વર ક્રેશ થઈ ગયું હતું. બીજી બાજુ ઝી એ પોતાના વાર્ષિક સબસ્ક્રિપ્શનમાં "રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ" માટે પૈસા ઓછા કરી એક કોમ્બો ઓફર પણ મૂકી હતી. એટલે કે જે દર્શકો "રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ" માટે ઝી પ્લેક્સનું સબસ્ક્રિપ્શન ખરીદે છે તે લોકો ઝી ના બીજા પ્લેટફોર્મ પર આવતી બીજી પણ ઘણી ફિલ્મો અને શો જોઈ શકે છે. સાથે જ ઝી 5ના મુખ્ય બિઝનેસ હેડ મનીષ કાલરાએ જણાવ્યું કે આ ઈદને સલમાન ખાને જે જોશ સાથે મનવવાનું નક્કી કર્યું છે તે રીતે તેમનો કોઈ પણ પ્રશંસક આ ફિલ્મ જોવામાં બાકી ના રહી જાય તેવી તૈયારી અમે લોકોએ કરી છે. પણ કેટલાય ઘણા એવા લોકો છે જે પાઇરેટેડ વેબસાઇટ્સ પરથી ફિલ્મ જોવાની મહેનત કરી રહ્યા છે. પણ સલમાન ખાન એ લોકોને કડક જવાબ આપશે. 

 

 

સલમાન ખાને એક ટ્વિટ દ્વારા લોકોને વિનંતી કરી
સલમાન ખાને એક ટ્વિટ દ્વારા લોકોને વિનંતી કરી છે કે તેઓ પાઇરેટેડ વેબસાઇટ્સ પરથી ફિલ્મ ના જુએ. જો કોઈ પણ આવું કરશે તો સાઇબર સેલ તે અપરાધીવન પકડશે અને તેમના વિરુધ્ધ સખત કાર્યવાહી પણ થશે. સલમાન ખાને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે "અમે તમને માત્ર 249 રૂપિયમાં આ ફિલ્મ જોવા માટે ઉપલબ્ધ કરાવી છે. તેમ છતાં પણ પાઇરેટેડ વેબસાઇટ્સ પરથી ફિલ્મ જોવી એ ગંભીર અપરાધ છે. સાઇબર સેલ આ તમામ વેબસાઇટ્સ પર સખત કાર્યવાહી કરી છે. મહેરબાની કરીને આ વાત સમજો કે તમે સાઇબર સેલ સામે ઘણી મુશ્કેલીમાં મુકાઇ જશો. 

વિડિયોના માધ્યમથી લોકોને પાઇરેટેડ ફિલ્મ ના જોવાની અપલી કરી
આ પહેલા પણ સલમાન ખાને એક વિડિયોના માધ્યમથી લોકોને પાઇરેટેડ ફિલ્મ ના જોવાની અપલી કરી હતી. વિડિયોમાં સલમાન ખાને કહ્યું કે ફિલ્મ બનાવવામાં ઘણા બધા લોકો મહેનત કરતાં હોય છે. ઘણું દુખ થાય છે જ્યારે લોકો આવી રીતે પાઇરેટેડ ફિલ્મ જોવે છે. હું આપ સૌની બાહેંધરી માંગુ છું કે આપ સૌ OTT પ્લેટફોર્મ પર જ ફિલ્મ જોશો. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Bollywood News Salman khan બૉલીવુડ ન્યૂઝ સલમાન ખાન Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ