ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / The video of Rishabh Pant gifting a bottle of champagne to Ravi Shastri went viral

વાયરલ / ભાઈ ભાઈ! શિષ્ય હોય તો પંત જેવા! રવિ શાસ્ત્રીને દારૂની બોટલ આપી દીધી ગિફ્ટ, VIDEO જોઈને ફેન્સ પણ ખૂબ હસ્યાં

Published By: Khyati

Last Updated: 01:47 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઇન્ડિયાની ધમાકેદાર જીત બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળ્યા એવા દ્રશ્યો કે દર્શકોનો વધી ગયો ઉત્સાહ, વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ADVERTISEMENT

  • રિષભ પંત પાસેથી રવિ શાસ્ત્રીએ સ્વીકારી શેમ્પેઇન બોટલ
  • વિરાટ કોહલીએ શેમ્પેઇન બોટલ ઓફર કરતા નકારી કાઢી
  • વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ 

ટીમ ઇન્ડિયાની ધમાકેદર જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત તમામ ખેલાડીઓ જશ્નમાં મગ્ન થયા હતા. તો પૂર્વ કોચ રવિ શાસ્ત્રી માઇક પર મોર્ચો સંભાળતા જોવા મળ્યા.  ત્યારે જીતના જશ્નમાં ગ્રાઉન્ડ પર એક એવા દ્રશ્ય જોવા મળ્યા કે ફેન્સનો ઉત્સાહ બેવડાઇ ગયો. ક્રિકેટ ગ્રાઉન્ડ પર જોવા મળેલા આ દ્રશ્યનો વીડિયો ભારે વાયરલ થયો છે. 

રવિશાસ્ત્રીને ગિફ્ટ કરી શેમ્પેઇનની બોટલ

રવિશાસ્ત્રીએ મેન ઑફ ધ મેચ , સદી ફટકારનાર પંતના હાથમાંથી શેમ્પેનની બોટલ લીધી ત્યારે દર્શકોનો ઉત્સાહ બમણો થઇ ગયો હતો.  મસ્ત મૌલા શાસ્ત્રીએ પણ ચીયર્સ સ્ટાઈલમાં બોટલ ઉંચી કરીને શ્રોતાઓનું અભિવાદન ઝિલ્યુ હતું. આ ક્ષણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  મહત્વનુ છે કે સિરિઝમાં કોમેન્ટ્રી કરતા જોવા મળેલા રવિ શાસ્ત્રીને જોઈને વિરાટ કોહલીએ શેમ્પેનની ઓફર કરી હતી, પરંતુ પૂર્વ કોચે ના પાડી દીધી હતી. આ પછી ઈંગ્લેન્ડ સામેની જીતનો હીરો રિષભ પંત શાસ્ત્રીને મળ્યો અને બળજબરીથી પોતાની શેમ્પેનની બોટલ ગિફ્ટ કરી દીધી. 

ભારતે ઇંગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું

ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવીને વન-ડે શ્રેણી જીતી લીધી છે. મેનચેસ્ટરમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાને જીત માટે 260 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને મેળવી લીધો. આ જીત સાથે જ ભારતે વનડે સીરીઝ પર 2-1થી કબજો કરી લીધો. ભારતીય ટીમમાં ઋષભ પંત અને હાર્દિક પંડ્યા હીરો બનીને ઉભર્યા. પંતે શાનદાર 125 રનોની ઇનિંગ રમી.

પંત-હાર્દિકે કર્યો કમાલ

72 રન પર ચાર વિકેટ પડ્યા બાદ ઋષભ પંત અને હાર્દિક પંડ્યાએ 133 રનોની ભાગીદારી કરી હાથમાંથી જતી મેચ બચાવી. હાર્દિકે 55 બોલમાં 71 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. ઋષભ પંત 113 બોલ પર 125 રન બનાવીને અણનમ રહ્યા. પંતે પોતાની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. પંતની વનડે ઇન્ટરનેશનલની આ પહેલી સદી રહી. બન્નેની બેટિંગનું પરિણામ હતું કે ભારતે 47 બોલ બાકી રહેતા જ ટાર્ગેટ મેળવી લીધો. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ શાનદાર બોલિંગ કરતા ચાર વિકેટ ઝડપી. ત્યારે યુજવેન્દ્ર ચહલે ત્રણ અને સિરાજે 2-2 વિકેટ ઝડપી.

સંકળાયેલા મુદ્દાઓ

Rishabh Pant રવિ શાસ્ત્રી રિષભ પંત વિરાટ કોહલી શેમ્પેઇન બોટલ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ