બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / The teenager fell asleep leaving the phone on the charger, you will be shocked to know what happened in the morning
ParthB
Last Updated: 04:28 PM, 30 July 2022
ADVERTISEMENT
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કંબોડિયાના ક્રેટી પ્રાંતમાં એક 17 વર્ષીય કિશોરી પોતાના બેડ પર મોબાઈલ ફોન ચાર્જિંગ કરવા મુક્યો હતો. જે બાદ તેણીને વીજ કરંટ લાગવાથી ઉંઘમાં જ મોત નીપજ્યું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર કિશોરીએ બેડ પર સુતા પહેલા સ્નાન કર્યું હતું. તેમજ તેણે મોબાઈલને બેડ પર ચાર્જ કરવા રાખ્યો હતો. આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.
કિશોરી તેના ફોન પર મૃત હાલતમાં મળી આવી
ADVERTISEMENT
આ અંગે કંબોડિયાના સ્થાનિક અધિકારીઓ જણાવ્યું હતું કે, ક્રેટી પ્રાંતમાં ખોર્ન સ્રે પોવ નામની 17 વર્ષીય કિશોરી તેના ફોન પર મૃત હાલતમાં મળી આવી હતી.તેમણે જણાવ્યું હતું કે, તે એક સોનાની ખાણકામ કરતી કંપનીમાં ચાઇનીઝ અનુવાદક તરીકે કામ કરતી હતી.આમ કિશોરીના મોતથી સોશિયલ મીડિયા પર ફોન ચાર્જરની સુરક્ષાને લઈને ચર્ચા જગાવી છે.
સ્નાન કરીને બેડ પર સૂતી અને અકસ્માત થયો
એવું કહેવામાં આવ્યું હતું કે ખોર્ન સેરે સ્નાન કર્યા પછી પોતાના બેડ પર સૂઈ ગઈ હતી. તેમજ બેડ પર જ તેણે મોબાઈલના ચાર્જરને ઇલેક્ટ્રિક પ્લગ સાથે જોડી દીધું અને ફોન ચાર્જ કરવા લાગી હતી. આમ મોબાઈલ ચાર્જ કરતી વખતે ખોર્ન સેરે સૂઈ ગઈ, તે દરમિયાન તેણીને વીજળીનો ઝાટકો લાગ્યો અને તેનું મૃત્યુ થયું.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકોએ પ્રતિક્રિયાઓ આપી
આ ઘટના બાદ દેશમાં ફોન ચાર્જર પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી.એક યુઝરે લખ્યું વીજળીથી પોતાને કેવી રીતે બચાવી શકાય તેના પર જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર બને છે. અન્ય યુઝરે લખ્યું આ ઘટના ફોન ચાર્જરની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે. બીજી તરફ કેટલાક વપરાશકર્તાઓએ ઇલેક્ટ્રિક પ્લગની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.