બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / The superstar will go to the theater at 4 in the morning, breaking the myth that South actors are not promoting the film.
ADVERTISEMENT
જ્યારે તમિલ સિનેમામાં ફિલ્મ પ્રમોશનની વાત આવે છે. ત્યારે તમિલ સુપરસ્ટાર કમલ હસન એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહ્યાં છે. કમલ હસન તેમની નવી ફિલ્મ વિક્રમને સૌથી મોટી ઓપનિંગ મળે તે સુનિશ્ચિત કરવા દેશ સહિત દુનિયાભરમાં આ ફિલ્મના પ્રચાર માટે લગભગ 10 દિવસ સુધી ફરશે.
કમલ હસન ચાહકોનું અભિવાદન કરવા માટે ચેન્નાઈની રોહિણી થિયેટરની મુલાકાત લેશે.
ADVERTISEMENT
તમિલ સિનેમના સૂત્રોના જણાવ્યું કે, કમલ હસનની માર્કેટિંગ સ્ટ્રેટેજીના ભાગરૂપે, 3 જૂનના રોજ સવારે 4 AMના શોમાં ચાહકોનું અભિવાદન કરવા માટે ચેન્નાઈની રોહિણી સિલ્વર સ્ક્રીનની મુલાકાત લેશે.એવું નથી કે દર શુક્રવારે તમને કમલ હસનના કદના મેગા સ્ટારની કોઈ મૂવી સ્ટાર આવી રીતે બહાર જોવા મળે. નોંધનીય છે કે, રજનીકાંત, વિજય અને અજિત કુમાર જેવા સુપરસ્ટાર્સ ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેતાં નથી. અને ઈન્ટરવ્યું, ટીવી શો અને જાહેરાતો માટેના અન્ય સ્થળોથી દૂર રહે છે.
From Ashoka to Akbar our sartorial legacy sets trends globally !!
— Kamal Haasan (@ikamalhaasan) May 24, 2022
In this custom made classic from @ShantanuNikhil forward @festivaldecannes #cannes2022 #Vikram #cannesfilmfestival2022
Styled by @amritharam2 pic.twitter.com/auuKYWJy5r
ADVERTISEMENT
કમલ હસને સાઉથના મેગા સ્ટાર મૂવીઝને પ્રમોટ કરતા નથીની પેટર્નને તોડી
ADVERTISEMENT
પરંતુ, એવું લાગે છે કે કમલ હસને સાઉથના મેગા સ્ટાર તમિલમાં મૂવીઝને પ્રમોટ કરતા નથીની પેટર્નને તોડી રહ્યાં છે.આ વખતે કમલ હસન પોતાની ફિલ્મના પ્રચાર માટે તાજેતરમાં સમાપ્ત થયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે વિક્રમના ટ્રેલર અને ઑડિયો રિલીઝ ઇવેન્ટમાં હાજરી આપી હતી. જે બાદ તેઓએ તમિલનાડુમાં ઇન્ટરવ્યુ પણ આપ્યા. તેમણે તેના ચાહકોને તેમની સમક્ષ હાજર રહીને આશ્ચર્યચકિત કર્યા હતાં. તેમજ તેમનું રિએક્શન કેપ્ચર કરી અને તેને ઓનલાઈન પોસ્ટ કર્યું હતું.
Enjoyed my time with you. You have a great team with great talents. Would like to visit your sets again when you complete 20 years. We will also meet inbetween. https://t.co/USJfIuJBCh
— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2022
ADVERTISEMENT
કમલ હસને પોતાની ફિલ્મ નું પ્રમોશન કરવા માટે કપિલ શર્મા સાથે એક એપિસોડ શૂટ કર્યો
ADVERTISEMENT
બાદમાં તેઓએ મુંબઈમાં તેમની ફિલ્મનું પ્રમોશન કરવા માટે કપિલ શર્મા શોના એક એપિસોડ શૂટ કર્યો હતો. આ સાથે તેમણે દિલ્હી અને મુંબઈ મીડિયા સાથે ઇન્ટરવ્યુ કર્યા હતાં. તેમજ તાજેતરમાં કોચીમાં કેરળના ચાહકોને ફિલ્મ માટે પિચીંગ કરી હતી.જે બાદ તેઓ ફિલ્મના પ્રમોશન માટે કુઆલાલંપુર પણ ગયાં હતાં. તેમજ દુબઈ ખાતે ફિલ્મ વિક્રમના ટ્રેલરથી દુબઈના બુર્જ ખલીફાને પ્રકાશિત કરવામાં આવ્યું હતુ.આ સાથે તેમણે રજનીકાંતની સાથે તેમના દિગ્દર્શક લોકેશ કનાગરાજની મુલાકાત પણ લીધી કારણ કે બાદમાં વિક્રમની ચેન્નાઈ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપી શક્યા ન હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.