ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / The famous character of tarak mehta COVID positive

કોરોના / તારક મહેતાના સેટ પર કોરોના બ્લાસ્ટ : આ પ્રખ્યાત પાત્ર COVID પોઝીટીવ, સોશ્યલ મીડિયા પર આપી જાણકારી

Published By: Khyati

Last Updated: 05:28 PM, 8 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા શૉમાં બાઘાનું પાત્ર નિભાવનાર તન્મય વેકરીયાને થયો કોરોના. સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

ADVERTISEMENT

  • તારકમહેતાના લોકપ્રિય કલાકાર બાઘાને કોરોના
  • સોશિયલ મીડિયા પર આપી જાણકારી
  • ફેન્સે જલ્દી સાજા થઇ જવા પાઠવી શુભકામના 

દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાની આ લહેરમાં બાળકોથી માંડીને નેતાઓ, બોલિવુડ સ્ટાર સહિત ટેલિવિઝન કલાકારો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે એક લોકપ્રિય ટીવી શોના કલાકાર પણ કોરોના પોઝિટીવ આવ્યા છે. આ કલાકાર બીજું કોઇ નહી પરંતુ તારકમહેતા શોમાં બાઘાનું પાત્ર ભજવનાર તન્મય વેકરિયા કોરોના સંક્રમિત થયા છે.  તન્મયે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જાણકારી આપી અને તેઓના સંપર્કમાં આવનાર દરેકે કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

 

શું લખ્યુ પોસ્ટમાં ?
તન્મયે પોસ્ટમાં જણાવ્યુ કે દરેકને નમસ્કાર. તમામ સાવચેતી રાખવા છતાં પણ હું કોવિડ-19 પોઝીટીવ આવ્યો છું. છેલ્લા બે કે ત્રણ દિવસોમાં જે લોકો મારા કોન્ટેક્ટમાં આવ્યા છે તેઓને વિનંતી છે કે કોરોના ટેસ્ટ કરાવી લે, જેથી તેઓ પોતે અને પોતાના પરિવારજનને કોરોના વાયરસથી બચાવી શકે. ધ્યાન રાખો અને ઘરે જ સુરક્ષિત રહો. જરુરી કામ હોય તો જ ઘરની બહાર નીકળો. 

જલ્દી સાજા થવાની પાઠવી શુભકામના

શોમાં તન્મય વેકરિયા બાઘા બોયની ભૂમિકા નિભાવે છે. તેઓએ ઘર ઘરમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. છેલ્લા એક દશકથી ફેન્સને તેઓ મનોરંજન કરાવતા જોવા મળી રહ્યા છે. જેઠાલાલ સાથે બાઘાના મીઠા ઝઘડા લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. જેવુ તન્મયે આ સમાચાર લોકો સાથે શેર કર્યા લોકો એ તેઓની જલ્દીથી જ સાજા થવાની પ્રાર્થના કરવા લાગ્યા.

સંકળાયેલા મુદ્દાઓ

Bagha Corona Tanmay Vekaria Tarak Mehta Ka Oolta Chashma coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ