ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / The domestic stock market got off to a good start on the first day of the week with the global market bullish.

શેરમાર્કેટ / શેરબજાર તેજીમાં! આજે પ્રથમ કારોબારી દિવસે રોકાણકારોને જલસા! સેન્સેક્સ નિફ્ટી બંનેમાં જબ્બર ઉછાળો

Published By: ParthB

Last Updated: 10:40 AM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક બજારમાં તેજી સાથે  સપ્તાહના પ્રથમ દિવસે સ્થાનિક શેર બજારની શરૂઆત સારી થઈ છે.

ADVERTISEMENT

  • પ્રી-ઓપન સેશન દરમિયાન 30માંથી 27 શેરો લીલા નિશાને ટ્રેડ થયા
  • સેન્સેક્સ 485.98 વધીને 54,246.76 
  • નિફ્ટી 126 વધીને 16,175.20 થયો

પ્રી-ઓપન સેશન દરમિયાન 30માંથી 27 શેરો લીલા નિશાને ટ્રેડ થયા

વૈશ્વિક બજારમાં તેજી સાથે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર મજબૂત બન્યું છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન સાથે ખુલ્યા હતા. 30 પોઈન્ટનો સેન્સેક્સ 416 પોઈન્ટ વધીને 54,177.06 ના સ્તરે ખુલ્યો હતો. તે જ સમયે, 50 પોઈન્ટનો નિફ્ટી 16,151.40 ના સ્તર પર ખુલ્યો હતો. પ્રી-ઓપન સેશન દરમિયાન સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

વૈશ્વિક બજારની સ્થિતિ

બીજી તરફ ડાઉ જોન્સમાં 600થી વધુ પોઈન્ટ નોંધાયા હતા. AGX નિફ્ટી (SGX નિફ્ટી) પણ લીલા નિશાનમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. કાચા તેલમાં પણ 2.5 ટકાની મજબૂતી નોંધાઈ છે. સિટીગ્રુપના સારા પરિણામોના કારણે બજારને પણ સપોર્ટ મળી રહ્યો છે. આ સપ્તાહે BOA, Goldman Sachs, Tesla, Netflix વગેરે કંપનીઓના પરિણામો આવશે.

શુક્રવારે શેરબજારની સ્થિતિ

આ પહેલા શુક્રવારે શેરબજારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા ઘટાડાનો ટ્રેન્ડનો અંત આવ્યો હતો અને સેન્સેક્સ 344 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 344.63 પોઈન્ટ વધીને 53,760.78 પોઈન્ટ પર બંધ થયા છે. બીજી બાજુ, 50 પોઈન્ટનો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 16,000ની ઉપર પહોંચવામાં સફળ રહ્યો અને 16,049.20 પર બંધ થયો.

સંકળાયેલા મુદ્દાઓ

NSE bse nifty stock market નીફ્ટી બીએસઈ સ્ટોકમાર્કેટ Stock market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ