બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / The biggest change in Zomato! See what's ready to change with the name amid the washout in the sharemarket
ADVERTISEMENT
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato ની ખોટ 2022 ના પ્રથમ ક્વાર્ટર (Q1) માં ઘટ્યો છે. હવે કંપની તેની લીડરશીપ સ્ટ્રક્ચર સહિત અનેક બાબતોમાં ફેરફાર કરવાની યોજના પર કામ કરી રહી છે. અહેવાલ છે કે ટૂંક સમયમાં Zomatoનું મેનેજમેન્ટ પેરેન્ટ કંપની બનાવી શકે છે. તાજેતરમાં Zomato એ Blinkit ના સંપાદનને મંજૂરી આપી છે. કંપની હવે તેના દરેક વ્યવસાયને ચલાવવા માટે અલગ અલગ CEO રાખવાની યોજના બનાવી રહી છે. અત્યારે Zomato પાસે કુલ ચાર બ્રાન્ડ છે. આ કારણોસર, મેનેજમેન્ટ પેરેન્ટ કંપની બનાવવાની અને તે તમામનું સંચાલન કરવાની યોજના બનાવી રહ્યું છે.

ADVERTISEMENT
Zomatoના ફાઉન્ડર દીપન્દર ગોયલ પેરેન્ટ કંપનીને કરી શકે છે રિ-બ્રાન્ડ
એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Zomatoના ફાઉન્ડર અને CEO દીપેન્દ્ર ગોયલે કહ્યું છે કે તેઓ એક એવી કંપની બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે જ્યાં દરેક બિઝનેસ ચલાવવા માટે ઘણા CEO હશે. દરેક વ્યક્તિ એકબીજા સાથે મળીને કામ કરશે. દીપન્દર ગોયલ પેરેન્ટ કંપનીને રિ-બ્રાન્ડ કરી શકે છે અને તેનું નામ 'Eternal' રાખી શકે છે. જો કે આ અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
ADVERTISEMENT
Zomato, Blinkit, Hyperpure, Feeding India હાલમાં કંપનીની માલિકીની ચાર બ્રાન્ડ છે. હવે Zomatoના સ્થાપક અને CEO દીપેન્દ્ર ગોયલ આ તમામ કંપનીઓને એક પેરેન્ટ કંપની હેઠળ લાવીને ઓપરેટ કરવા માંગે છે. ગુરુગ્રામ સ્થિત સ્ટાર્ટઅપના CEOએ કહ્યું કે 'Eternal' અત્યારે Eternal નામ જ રહેશે. Zomatoનું નામ બદલાશે નહીં. સમાચાર અનુસાર, કંપનીએ પોતાની કંપનીની ઓફિસની અંદર આ નામનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ટૂંક સમયમાં તે બધાની સામે આવશે.
Zomatoનું નુકસાન ઘટ્યું
ADVERTISEMENT
એપ્રિલ-જૂન 2022ના ત્રિમાસિક ગાળામાં Zomatoની કોન્સોલિડેટેડ ખોટ ઘટીને રૂ. 185.7 કરોડ થઈ ગઈ છે. ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટર દરમિયાન આ આંકડો 356.2 કરોડ રૂપિયા હતો. જૂન 2022 પહેલા ક્વાર્ટરમાં Zomatoને 359.7 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી.નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની સંકલિત આવક 1,413.9 કરોડ રૂપિયા રહી છે. અગાઉના સમાન સમયગાળાની સરખામણીએ કંપનીની આવકમાં 67.44 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં Zomatoની આવક 844.4 કરોડ રૂપિયા હતી.

ADVERTISEMENT
Zomatoના શેરમાં ઘટાડો
જો કે આ વર્ષે Zomatoના શેરમાં ભારે ઘટાડો થયો છે. Zomatoના શેર આ વર્ષે 67 ટકાથી વધુ ઘટ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, 3 જાન્યુઆરી, 2022ના રોજ, Zomatoના શેર 141.35 રૂપિયાના સ્તરે હતા. 1 ઓગસ્ટ, 2022 ના રોજ, તેઓ રૂ. 46.50 પર બંધ થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.