બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

આ ફિલ્મ તમિલ સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. ડિરેક્ટર એટલીની ફિલ્મ ટિકિટ વિન્ડો પર નવા બેંચમાર્ક સેટ કરી રહી છે. 8 નવેમ્બર સુધી કોઈ મોટી રજૂઆત થઈ નથી, તેથી અપેક્ષા છે કે બિગિલ પ્રાદેશિક થિયેટર્સમાં પ્રભુત્વ જાળવી રાખશે.
ADVERTISEMENT
ફિલ્મની ઇન્ટરવ્યૂ સિક્વન્સ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. વિશેષ વાત એ છે કે તે ડિરેક્ટર એટલીનો પણ પ્રિય દ્રશ્ય છે. 180 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મમાં નયનતારા, જેકી શ્રોફ, યોગી બાબુ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે.

ADVERTISEMENT
'બિગિલ' બોલિવૂડના ફિલ્મમેકર કરણ જોહરને પણ ગમ્યું છે. થોડા દિવસો પહેલા તેણે સોશ્યલ મીડિયા પર ફિલ્મના વખાણ કર્યા હતાં. જણાવી દઈએ કે, લાંબા સમયથી એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શાહરૂખ ખાન હવે ડિરેક્ટર એટલી સાથે ફિલ્મ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.