ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / ટેક અને ઓટો / tesla has hold plan to sell electric cars in India
ADVERTISEMENT
ADVERTISEMENT
ટેસ્લાએ ભારતમાં ઇલેક્ટ્રીક કાર વેચવાની યોજના પર રોક લગાવી દીધી છે. ટેસ્લાનું કહેવુ છે કે આયાતના દરોમાં ઘટાડો ન થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટેસ્લાએ ભારતમાં કંપનીના શો રુમ માટે જગ્યા શોધવાના કામ પણ બંધ કરી દીધુ તેમજ ઘરેલુ ટીમના કામમાં પણ બદલાવ કર્યો છે. ટેસ્લા મુખ્ય ભારતીય શહેરો જેવા કે નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુમાં શોરૂમ અને સેવા કેન્દ્રો ખોલવા માટે રિયલ એસ્ટેટના વિકલ્પોની શોધ કરી રહી હતી. પરંતુ તે યોજના પણ હવે હોલ્ડ પર છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.આયાતના દરોમાં ઘટાડો ન થવાને કારણે ટેસ્લાએ આ પગલુ ભર્યુ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
આયાતી કરમાં ઘટાડો ન થવાનું કારણ- સૂત્ર
ADVERTISEMENT
મહત્વનું છે કે ટેસ્લા અમેરિકા અને ચીનના ઉત્પાદન કેન્દ્રોમાંથી આયાત થયેલા ઇલેક્ટ્રીક વાહનોને ઓછા દરે વેચીને ભારતીય બજારમાં માંગનું આંકલન કરવા માંગતી હતી. આ અંગે સરકારના પ્રતિનિધીઓ સાથે એક વર્ષથી પણ વધારે સમયથી વાતચીત ચાલી રહી હતી. જો કે ભારત આયત દર ઓછા કરવાને બદલે સ્થાનિય સ્તર પર મેન્યુફેક્ચરિંગ માટે પ્રોત્સાહિત કરી રહી છે. આયાતી વાહનો પર ટેરિફ 100 ટકા સુધી જઇ શકે છે.

ADVERTISEMENT
શું ઇચ્છતું હતુ ટેસ્લા ?
ટેસ્લા ભારતના નાના પરંતુ વિકસતા ઈલેક્ટ્રિક વાહનોના બજારમાં પ્રારંભિક લાભ લેવાનું વિચારી રહી હતી. જે હવે સ્થાનિક ઓટોમેકર ટાટા મોટર્સના કબજામાં છે. ટેસ્લાએ ફેબ્રુઆરી 1 ની સમયમર્યાદા નક્કી કરી હતી, આ દિવસે ભારતીય બજેટ રજૂ કરવામાં આવે છે. કંપની જોઇ રહી હતી કે આયાતી કરમાં કોઇ ફેરફાર કરવામાં આવે છે કે નહી તેમ સૂત્રો પાસેથી માહિતી મળી હતી.
ADVERTISEMENT

'ચીનમાંથી કાર આયાત કરવાની ઑફર સારી નહી '
ADVERTISEMENT
પીએમ મોદીએ મેક ઈન ઈન્ડિયા અભિયાન દ્વારા નિર્માતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીએ એપ્રિલમાં કહ્યું હતું કે ટેસ્લા માટે ચીનમાંથી ભારતમાં કારની આયાત કરવી એ "સારી દરખાસ્ત" નથી. ભારતે જાન્યુઆરીમાં જ આ મુદ્દો જીતી લીધો હતો, જ્યારે જર્મન લક્ઝરી કાર નિર્માતા મર્સિડીઝ-બેન્ઝે કહ્યું હતું કે તે ભારતમાં તેની એક ઇલેક્ટ્રિક કારનું એસેમ્બલ કરવાનું શરૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ