ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:08 PM, 13 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્માર્ટફોન કંપનીઓને સરકાર તરફથી મળ્યું અલ્ટીમેટમ
ટેલિકોમ વિભાગની ટેલિકોમ અને સ્માર્ટફોન કંપનીઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠકમાં ભારતમાં 5G રોલઆઉટમા સમય લાગવાના મુદ્દા પર ચર્ચા થઈ. એવું જાણવા મળ્યું છે કે ભારત સરકારે 5G સર્વિસમાં લાગી રહેલા સમય પર નારાજગી વ્યક્ત કરી છે. સરકારે ખાસકરીને સ્માર્ટફોન કંપનીઓને અલ્ટીમેટમ આપી દીધું છે કે તેઓ 3 મહિનામાં બધા 5G સ્માર્ટફોનમા જરૂરી 5G સોફ્ટવેર અપડેટ આપી દે, નહીંતર ટેલિકોમ કંપનીઓએ પરિણામ ભોગવવું પડશે.
ADVERTISEMENT
.jpg)
5G સોફ્ટવેર અપડેટમાં લાગી રહ્યો છે સમય
જણાવી દઈએ કે સ્માર્ટફોન કંપનીઓ ગયા 2 વર્ષથી 5G સ્માર્ટફોનનું વહેંચાણ કરી રહી છે. આવામાં 5G સ્માર્ટફોન ગ્રાહકોને આશા હતી કે જેવુ ભારતમાં 5G નેટવર્ક ઉપલબ્ધ થશે, તેઓ સૌથી પહેલા 5G સર્વસનો ઉપયોગ કરી શકશે. પણ આમ થયું નહીં. ટેલિકોમ કંપનીઓ અને સરકાર છેલ્લા એક વર્ષથી 5G લાવવાની દિશામાં કામ કરી રહી હતી. પરંતુ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓનું સંપૂર્ણ ધ્યાન 5G સ્માર્ટફોનના વેચાણ પર હતું. ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ આપવા પર તેમની તરફથી કોઈ કામ કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં, જ્યારે એરટેલ અને જિયો દ્વારા દેશમાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે ભારતમાં વેચાતા 5G સ્માર્ટફોનમાં 5G ચાલી રહ્યું નથી. જોકે, સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિસેમ્બર પહેલા તમામ સ્માર્ટફોનમાં 5G સોફ્ટવેર રોલ આઉટ કરવાનો દાવો કરી રહી છે.
ADVERTISEMENT
.jpg)
ડિસેમ્બર સુધીમાં સ્માર્ટફોનમાં મળી જશે 5G અપડેટ
સરકાર સાથે બેઠકમાં એપલે કહ્યું કે તેમની તરફથી ડિસેમ્બર સુધીમાં iPhone 12, 13 અને 14 માટે 5G સોફ્ટવેર અપડેટ જાહેર કરવામાં આવશે. જ્યારે સેમસંગે કહ્યું કે તેઓ નવેમ્બર સુધીમાં 5G સ્માર્ટફોનમાં અપડેટ જાહેર કરી દેશે. જણાવી દઈએ કે ભારતમા લગભગ 750 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે, પણ 350 મિલિયનથી વધારે યુઝર્સ માત્ર 3G અને 4G કંપેટીબલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT