બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / tata sons board pramit jhaveri noel tata likely to be top contenders

બિઝનેસ / જાણો કોણ સંભાળશે રતન ટાટાની કંપની, આ 2 નામમાંથી કોઈ એકની થશે પસંદગી

ParthB

Last Updated: 12:53 PM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્ટીલથી માંડી સોફ્ટવેર ટેકનોલોજીમાં આગવું નામ ધરાવતી કંપની ટાટા ગ્રુપના ટાટા સન્સના બોર્ડમાં હવે એક નવા ચેરપર્સનની નિમણૂક થવા જઈ રહી છે

  • ટાટા સન્સના બોર્ડમાં હવે એક નવા ચેરપર્સનની નિમણૂક થવા જઈ રહી છે
  • ટાટા સન્સના બોર્ડ મેમ્બર ફરીદા ખંભાતાનો કાર્યકાળ હવે જલ્દીથી પૂર્ણ થઈ રહ્યો છે
  • આ બે નામો પર ચાલી રહી છે વિચારણા

 

ટાટા સન્સના બોર્ડમાં હવે એક નવા ચેરપર્સનની નિમણૂક થવા જઈ રહી છે
સ્ટીલથી માંડી સોફ્ટવેર ટેકનોલોજીમાં આગવું નામ ધરાવતી કંપની ટાટા ગ્રુપની ટાટા સન્સના બોર્ડમાં હવે એક નવા ચેરપર્સનની નિમણૂક થવા જઈ રહી છે. હવે આ પદ માટે બે વ્યક્તિના નામ પર વિચારણા ચાલી રહી છે. જેમાં સિટી ઈન્ડિયાના પૂર્વ CEO પ્રમિત ઝવેરી અને ટાટા ગ્રુપના નોએલ ટાટા, આ બંનેને દાવેદાર માનવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટૂંકમાં જ આ નિર્ણયનો ફેસલો કરવામાં આવશે. 

ટાટા સન્સના બોર્ડ મેમ્બર ફરીદા ખંભાતાનો કાર્યકાળ હવે જલ્દીથી પૂર્ણ થઈ રહ્યો છે
ટાટા સન્સના બોર્ડ મેમ્બર ફરીદા ખંભાતાનો કાર્યકાળ હવે જલ્દીથી પૂર્ણ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ પછી ફરીદા ખંભાતાને ટાટા સ્ટીલ અને ટાટા કન્સલ્ટન્સી આ બંનેના બોર્ડમાં પદ આપવા માટે વિચારણા ચાલી રહી છે. આ બધા અંગે જ્યારે બોર્ડના સભ્યોને પૂછવામાં આવ્યું  ત્યારે તેમણે મેઇલ દ્વારા જવાબ આપતા કહ્યું કે "અમે આ વિશે કઈ પણ જવાબ આપી શકીએ તેમ નથી"

આ બે નામો પર ચાલી રહી છે વિચારણા
ઝવેરી 58 વર્ષના છે અને નવ વર્ષ સુધી ભારતમાં સિટી બેન્કના પૂર્વ CEO તરીકે કાર્યરત હતા. તેમણે 2019માં બેન્કનું એ પદ છોડી દીધું હતું. તેઓ ગયા વર્ષમાં ટાટા ટ્રસ્ટમાં એક ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. આ પહેલા તેઓ વિપ્રોના સંસ્થાપક અજીમ પ્રેમજી પરિવારના પ્રેમજી ઇન્વેસ્ટમેન્ટમાં પણ જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે તેમણે ટાટા ટ્રસ્ટની ટાટા સન્સમાં સામેલ કરવામાં આવશે. ઝવેરીન હમણાં જ PJT પાર્ટનરના સિનિયર એડવાઇઝર બનાવવામાં આવ્યા હતા. રતન ટાટા ટ્રસ્ટ સાથે નોએલ ટાટા 2019માં એક ટ્રસ્ટી તરીકે જોડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને  ટાટા ટ્રસ્ટના ડાયરેક્ટર તરીકે બોર્ડમાં લેવામાં આવી શકે છે. હાલ તેઓ ટાટા ઇન્ટરનેશનલમાં મેનેજિંગ ડિરેક્ટર અને ટાઈટન કંપનીમાં વાઇસ ચેરમેનની જવાબદારી સંભાળી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ratan Tata Tata Sons Tata Trust ટાટા ટ્રસ્ટ ટાટા સન્સ રતન ટાટા TATA TRUST
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ