બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024 sunil narine has ruled himself out of for comeback west indies team
ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું તેનું એક કારણ નારાયણનું શાનદાર પ્રદર્શન પણ રહ્યું. સુનીલ નારાયણને આ સીઝન કેકેઆરની ટીમમાંથી ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાનો મોતો મળ્યો જેનો તેમણે સંપૂર્ણ રીતે લાભ ઉઠાવતા અત્યાર સુધી 7 મેચોમાં 40.86ની સરેરાશથી 286 રન બનાવ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેમાં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી પણ શામેલ છે. સુનીલના આ પ્રદર્શનને જોતા આગામી ટી20 વર્લ્ડ કપ માટે તેમની વેસ્ટઈન્ડિઝ ટીમમાં વાપસીને લઈને પણ ચર્ચા જોવા મળી રહી હતી. જેના પર હવે સુનીલ નારાયણે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંપૂર્ણ રીતે વિરામ લગાવી દીધો છે. સુનીલ નારાયણે સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે વેસ્ટઈન્ડીઝ ટીમ માટે ફરીથી રમતા જોવા નહીં મળે.
મેં જે નિર્ણય લીધો તેના પર કાયમ
સુનીલ નારાયણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખ્યું કે મને આશા છે કે તમે બધા સ્વસ્થ્ય હશો. મને એ વાતની ખુશી છે કે મેં હાલમાં જે પ્રદર્શન કર્યું તેના પર બધા ખૂબ જ ખુશ છે. તમારામાંથી ઘણા લોકો મારા પ્રદર્શનને જોયા બાદ મને કહી રહ્યા હતા કે મારે સન્યાસનો નિર્ણય પરત લઈને ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવો જોઈએ. પરંતુ હું બધાને એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે મેં જે નિર્ણય કર્યો તેના પર હજુ કાયમ છું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આગામી ટી20 વર્લ્ડ કપમાં તે ખેલાડીઓને રમવાનો હક છે જેમણે પાછલા થોડા મહિનાઓમાં સતત મહેનત કરી છે અને તેમનો પુરો અધિકાર પણ છે અને બતાવવાની તક પણ છે કે તે ટીમને વર્લ્ડ કપ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. હું તમને બધાને શુભકામનાઓ આપું છું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.