બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Surat Lok Sabha seat Congress candidate Nilesh Kumbhani's form has not been cancelled

સુરત / ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર, નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, સુનાવણી આવતીકાલે

Dinesh

Last Updated: 05:57 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ હજુ સુધી રદ્દ નથી થયો, આવતીકાલે કલેક્ટર કચેરી ખાતે સુનાવણી હાથ ધરાશે

સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હજુ સુધી નિલેશ કુંભાણીનું ફોર્મ રદ નથી થયુ. નિલેશ કુંભાણીના ફોર્મ મુદ્દે આવતીકાલે સવારે 11 વાગ્યે કલેક્ટર સમક્ષ સુનાવણી થશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે. અત્રે જણાવીએ કે, આજે સુનાવણી દરમિયાન નિલેશ કુંભાણીએ સમય માગ્યો હતો. જેમણે 24 કલાકનો કલેક્ટર સમક્ષ સમય માગ્યો હતો.

 

ટેકેદારોએ સહી નથી કરી ?
લોકસભા ચૂંટણીને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે સુરત લોકસભા બેઠક ભારે ચર્ચામાં આવી છે કારણ કે, જ્યાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાણીનો ઉમેદવાર પત્ર રદ્દ થાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. વાત એવી છે કે, કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે. 

 

'અમારી ખોટી સહી કરી છે'
કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે કે, ઉમેદવાર કુંભાણીના ટેકેદારોએ કહ્યું કે અમારી ખોટી સહી કરી છે. વધુમાં કહ્યું કે, ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી તેવો આક્ષેપ કરાયો છે. 

નિલેશ કુંભાણીએ શું કહ્યું
અત્રે જણાવીએ કે, રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી ત્રણ જણા સંપર્ક વિહોણા છે. નિલેશ કુંભાણીના ટેકેદારોનો પોતે જ સંપર્ક કરી શક્યા નથી. ટેકેદારોના સંપર્ક વિહોણા થયા પછી કુંભાણી જણાવ્યું કે, જો અપહરણ થયું હશે તો પણ અમે સવારે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર કરીશું. નિલેશ કુંભાણીએ દરખાસ્તદારોની સહીઓ જાતે કરી હોવાનું જણાવ્યું છે. કલેક્ટરે કુંભાણીને લખેલા પત્રમાં કહ્યું, તમારા ટેકેદારોએ એફિડેવિટ કરી છે. 

કુંભાણી ઉમેર્યું કે, ત્રણમાંથી બે ટેકેદારોનો હું સંપર્ક કરું છું પણ થઈ શકતો નથી. એક ટેકેદાર મારા સંપર્કમાં છે, એ કાલે જિલ્લા ચૂંટણી અધિકારી સામે હાજર થશે. બીજા બે ટેકેદાર હાલ સંપર્ક વિહાણા છે, એમનો સંપર્ક કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે કાલે 9 વાગે ત્રણેય ટેકેદારો ચૂંટણી અધિકારી સામે હાજર થશે. ભાજપને હારવાનો ડર એટલે મારા ટેકેદારોને ધાક-ધમકી આપી છે. ભાજપે ઉમેદવારોને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ હું ડર્યો નથી. રમેશ પોલરા, જગદિશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયામાંથી 2 જણા સંપર્ક વિહોણા છે.

વાંચવા જેવું: 'બનાસકાંઠાના મતદારો પર ભરોસો નથી' ઉમેદવારી ફોર્મમાં વાંધા રજૂ કરવા બાબતે ગેનીબેનના ભાજપ પર પ્રહાર

સુરતમાં કોંગ્રેસનો ખેલ થયો?
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ઉમેદવારી પત્રમાં ત્રણ ટેકેદારોની સહી કરવાની હોય છે. જ્યારે જગદિશ સાવલિયા, રમેશ પોલરા અને ધીરૂભાઈ ધામેલિયાએ ચૂંટણી અધિકારીને રૂબરૂમાં જઈને નિવેદન આપ્યું છે. જે ત્રણેય  ટેકેદારોએ જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થઈને પોતાનું એફિડેવિટ રજૂ કર્યું છે. ત્યારે સુરત લોકસભા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો સાથે ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટે આ મુદ્દે વાંધો ઉઠાવ્યો છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ