બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / surat girl ends life in depression social media google
Last Updated: 04:37 PM, 10 March 2024
Surat News:સુરતની 20 વર્ષની યુવતીનો માનવામાં ન આવે તેવો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.20 વર્ષની વિશાખાને મોબાઇલની લતના કારણે ગુગલ વ્યક્તિ હોય તેવો આભાસ થવા લાગ્યો હતો. મોબાઇલની અચેતન મન પર થયેલી અસર બાદ યુવતીએ આપઘાત કરી લીધો છે. મોબાઇલની લતના કારણે ગુગલ દેખાતું અને બોલતું હોવાનો યુવતીએ પરિવારને જણાવ્યું હતું . મનોચિકિત્સકે ફોનની લત છોડાવવાનું કહેતા એક મહિનાથી યુવતિને ફોન પરિવારે આપ્યો ન હતો. પરંતુ ફોનની લતમાં તેણે જીદગી ટુંકાવી છે.
ADVERTISEMENT

ફોનની આદત યુવતિ માટે જીવલેણ બની
સુરતમાં યુવતીની સતત ફોનની કુટેવની માનવામાં ન આવે તેવી ઘટના સામે આવી છે. આ 20 વર્ષની યુવતીને એટલી હદે ફોનની આદત પડી ગઇ હતી કે ગુગલને એક વ્યક્તિ માની તેની તમામ વાતો યુવતીએ માનવાનું શરૂ કર્યું હતું. જો કે માતાપિતાએ ફોનની આદત છોડાવવાની કોશીશ કરતાં યુવતીએ આપઘાત કરી લીધો છે. અઠવાના ગોપીપુરા વિસ્તારમાં રહેતી વિશાખા રાણા નામની યુવતીએ ચહેરાની એક્સરસાઇઝ કરવા માટે ગુગલમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. જો કે તે બાદ લાગેલી ગુગલની લતે યુવતીને એ હદે માનસિક વિકલાંગ બનાવી દીધી હતી કે, યુવતી 'આવું કરવાની ગુગલ ના પાડે છે' તેમજ 'તેવું કરવાનું ગુગલ કહે છે' જેવો બબળાટ સતત ઘરમાં કરતી હતી. આખરે માતાપિતાએ મનોચિકિત્સકને બતાવતાં ડોક્ટરે ફોનની આદત છોડાવવાનું કહ્યું હતું. જો કે માતાપિતાએ એક મહિનો ફોન ન આપતાં 20 વર્ષની વિશાષા રાણાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. શનિવારે સાંજે વિશાખાએ નોકરીએથી આવી આપઘાત કરી લેતાં માતાપિતા સ્તબ્ધ છે. તો બીજી બાજુ વિશાખાની મોબાઇલની લતે તેનો જીવ લીધો તે જાણીને મોબાઇલ અને ઇન્ટરનેટ મન પર કેવી ઘેરી અસર કરે છે તેનો અહેસાસ વિશાખાની આત્મહત્યાએ કરાવ્યો છે.
ADVERTISEMENT

મોબાઇલની લતને કારણે માનસિક શિકાર બની
સુરતના ગોપીપુરા મોટી છીપવાડ વિસ્તારમાં રહેતી વિશાખા રાણા નામની 20 વર્ષની યુવતીએ મોબાઇલની લતને કારણે માનસિક રોગનું શિકાર બની હતી. આ વિશાખા વારંવાર google બોલાવે છે google ના નામે વાતો કર્યા કરતી હતી google ખાવાની ના પાડે છે google કહે છે મરી જાવ આવી વાતો કરતી અને લવારા કરતી હતી. વિશાખાએ આત્મહત્યા કરી લેતા પરિવાર સહિત સૌ કોઈ શબ્દ બની ગયા છે.
ADVERTISEMENT
પરિવારે મોબાઇલ આપવાનું બંધ કર્યુ હતું
મૃતક યુવતીના ભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ‘ગુગલ જોઇને મોંની કસરત કરતી હતી. જેથી એનો ફેસ હલવા લાગ્યુ હતુ એટલે અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા અને તેની દવા ચાલુ કરાઇ હતી. 15 દિવસ દવા કરીને ડોક્ટરે કહ્યુ કે, તેને ફેસ બરાબર જ છે. જે બાદ બહેનને અમે માનસિક ડોક્ટર પાસે લઇ ગયા હતા. બે મહિના અમે માનસિક ડોક્ટરની દવા કરી. ડોક્ટરે કહ્યુ હતુ કે, બધુ બરાબર થઇ જશે. પણ એ મોબાઇલ બહું જોતી હતી. જોકે, અમે મહિનાથી અમે તેને મોબાઇલ આપવાનું પણ બંધ કરી દીધો હતો.’
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.