બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / superstar vijay received a bomb threat and police increased the security of superstar

સુરક્ષા / આ સુપરસ્ટારના ઘરે બૉમ્બ હોવાની ખબરથી હડકંપ, પોલીસે વધારી સુરક્ષા

Published By: Mehul

Last Updated: 09:34 PM, 29 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ સુપરસ્ટાર વિજય પોતાની હાલમાં જ રિલીઝ ફિલ્મ બિગિલને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. દેશ ઉપરાંત વિદેશોમાં પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે પોતાની રિલીઝના થોડાક જ દિવસોમાં 100 કરોડની કમાણી કરી લીધી હતી. જોકે, આ ફિલ્મ સાથે જોડાયેલા એક સમાચાર પણ વાઇરલ થઇ રહ્યા છે. એક્ટર વિજયના ઘરે બોમ્બ હોવાની સૂચનાથી તેના ફેન્સ વચ્ચે હડકંપ મચી ગયો હતો.

  • સાઉથ સુપરસ્ટાર વિજય હાલમાં જ રિલીઝ ફિલ્મ બિગિલને લઇને ચર્ચામાં 
  • વિજયની ફિલ્મે પોતાની રિલીઝના થોડાક જ દિવસોમાં 100 કરોડની કમાણી કરી લીધી 
  • વિજયના ઘરે બોમ્બ હોવાની વાત વાઇરલ થતા ફેન્સ વચ્ચે હડકંપ મચ્યો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટેટ પોલીસ કંટ્રોલ રુમને એક કોલ આવ્યો હતો. અજાણી વ્યક્તિએ કહ્યું હતું કે વિજયના ઘરે બોમ્બ લાગ્યો છે. આ કોલ બાદ પોલીસ અધિકારી ચેન્નઇ સ્થિત સલીગ્રામમમાં વિજયના ઘરે પહોંચી ગઇ હતી. પોલીસે આ મામલામાં વિજયના પિતા સાથે પણ વાતચીત કરી હતી અને તેમના ઘરની સિક્યોરિટીને વધારી હતી. સાઇબર ક્રાઇમ હેઠળ તપાસ કરવામાં આવી ચૂકી છે. અને એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. પોલીસ રિપોર્ટસ અનુસાર, આ કોલ ચેન્નઇના એક યુવા દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી આ વ્યક્તિની ઓળખ થઇ શકી નથી. 

નોંધનીય છે કે, ફિલ્મ બિગિલમાં અભિનેતા વિજય ઉપરાંત એક્ટર જેકી શ્રોફ, નયનતારા, કથીર, યોગી બાબૂ અને વિવેક જેવા સ્ટાર પણ કામ કર્યું છે. વિજયે બિગિલ ફિલ્મના ડાયરેક્ટર સાથે આ પહેલા બે ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેમણે આ પહેલા થેરી અને મર્સેલ જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. 

વિજયની લેટેસ્ટ ફિલ્મને દેશભરની 4200 સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. ટ્રેલરમાં બતાવાયું છે કે, વિજય આ ફિલ્મમાં ડબલ રોલમાં છે. તેમા વિજય એક પિતા અને પુત્રની ભૂમિકામાં નજરે આવી રહ્યા છે. પુત્ર તરીકે તે મહિલાઓના ફુટબોલ કોચની ભૂમિકામાં દેખાશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bomb Bomb Threat Entertainment Tamil cinema ગુજરાતી ન્યૂઝ Security

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ