ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટના સમાચાર / success story of tea post darshan dasani

સાહસ / ચા વાળાની વાત સાંભળીને રાજકોટના દર્શનભાઈએ 25 કરોડનું 'ચાની કિટલી'નું નવું કલ્ચર ઊભું કરી દીધું

Published By: Kavan

Last Updated: 09:38 PM, 21 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"રાહ પે કાંટે બિખરે અગર, ઉસપે તો ફીર ભી ચલના હી હૈ" - એક જાણીતી હિન્દી ફિલ્મનું આ ગીત સાંભળનારના જીવનમાં નવું કરવાનું જોમ ભરી જાય છે. આવો જ એક વિચાર આવેલો રંગીલા રાજકોટના દર્શન દાસાણીને.

ADVERTISEMENT

(With eChai)

દર્શન દાસાણી- જેમણે વેસ્ટ બંગાળમાં ચાના બગીચામાં નુકસાની ભોગવી અને રાજકોટના એક ખૂણે ઉભેલા ચા વાળાની કરોડો રૂપિયાની દુકાન ખરીદવાની વાત સાંભળીને નુકસાનને નફામાં તબદીલ કરવાની મથામણ આદરી. આ દર્શન દાસાણી એટલે TEA POST ના ફાઉન્ડર. 

TEA POST ની શરૂઆત કેવી રીતે થઈ?

દર્શનભાઈ કહે છે કે આમ તો 2006માં ચા સાથેના બિઝનેસ અંગેનો ગાંડો ઘેલો વિચાર મગજમાં આવેલો અને ત્યારબાદ વેસ્ટ બંગાળમાં અમે 1000 એકરનો બગીચો ખરીદ્યો, આ બગીચો ખરીદવાનું એક માત્ર કારણ હતું કે, 1 હજાર એકર જગ્યા મળે છે. જો કે, તેમા મોટી નિષ્ફળતા સાંપડી અને નાણાં પણ ગુમાવવાનો વારો આવ્યો. ત્યારબાદ રાજકોટથી એક ચાના પેકેટની વહેંચણી શરૂ કરી અને તેમાં સફળતા મળી. 

ચાની કીટલી વાળાના જવાબે હચમચાવી દીધા

જો કે, એક દિવસ હું અને મારા મિત્રો રાજકોટના એક ખૂણા પર આવેલી ચાની કીટલી પર બેઠા હતા ત્યાં જાણવા મળ્યું કે, એક મોટી પાઉં-ભાજીની દુકાન પૈસાની તંગીને કારણે વહેંચવાની છે જેની કિંમત 5.50 કરોડ આસપાસ નક્કી કરી હતી. આ વાત સાંભળી મેં હસતા-હસતા મારા ચાવાળાને કહ્યું કે, અમને અહીં ઉભા રહેવાની અગવડતા પડે છે તો તું આ દુકાન લઇને લે ને..! ત્યારે ચાવાળાએ સહજતાથી મને કહ્યું કે, 4.80 કરોડ સુધી તો હું રેડી છું, ચાલો તમે મારી સાથે કરાવી આપો સોદો. 

2013માં TEA POST ની થઇ શરૂઆત 

બસ, આ સાંભળીને મનમાં વિચાર આવ્યો કે આ ધંધામાં નફો ઘણો હશે ત્યારે જ આટલા રૂપિયાની એક ચાવાળો વાત કરી શકે. એક સાદા ઓટલા પર બેસીને જે ચાનો ધંધો કરે છે તે આવી વાતો કરી રહ્યો છે અને અમે નક્કી કર્યું કે, મોટી રેસ્ટોરન્ટ કે મોટા કાફે કરતા ચાનો ધંધો કરવો છે અને 2013માં રાજકોટના કાલાવાડ રોડ પર શરૂ થઇ TEA POST ની પહેલી દુકાન. 

ફંડિગ કેવી રીતે લાવ્યાં?

દર્શનભાઇ જવાબ આપતા જણાવે છે કે, અમે પહેલેથી જ વિચાર્યું હતું કે, 'લો ઇન્વેસ્ટમેન્ટ વિથ હાઇ રિટર્ન મોડલ બનાવવું' એટલે મોટા કોઇ ફંડની જરૂરીત પડી નહોંતી. કારણ કે બહુ મોટા ઇનવેસ્ટમેન્ટ કરીને કોઇ મોટો ફાયદો થતો નથી. અંતે પહેલુ કાફે આશરે 8-10 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કર્યું, આ સમયે પરિસ્થિતિ એવી હતી કે, પૈસા લેવા કે નહીં તે ખબર જ નહોંતી. એટલે 15 સુધી એકપણ રૂપિયો લીધા વગર લોકોને ચા પીવડાવી. 

લોકોએ કહ્યું શું હાટડી શરૂ કરી

દર્શનભાઇની દુકાનમાં આવતા લોકો કહેતા કે, શું તમે આ હાટડી શરૂ કરી છે, જો કે, પહેલેથી જ મનમાં સંકલ્પ હતો કે, આવી 100 દુકાનો કરવી અને રોજની એક લાખ કપ ચા વહેંચીને એક લાખ કપમાંથી એક રૂપિયો મેળવવો 

પ્રથમ 100 ગ્રાહકો કેવી રીતે મળ્યાં

TEA POST માં આપવામાં આવતા ફ્રી વાઇ-ફાઇના કન્સેપ્ટ થઇ મોટા ભાગના ગ્રાહકો ખેંચાયા અને ધીમે ધીમે લોકો TEA POST  તરફ આકર્ષાયા અને પહેલા મહિનાને અંતે 79 હજારનો નફો થયો. 

આજે TEA POST ક્યાં?

આપને જણાવી દઇએ કે, આજે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા 4 રાજ્યમાં 170 આઉટલેટ્સ કાર્યરત છે. આજે TEA POST અમદાવાદના IIM અને IIT માં આઉટલેટ્સ છે . દર્શન દાસાણી TEA POST ની સફળતાની ગાથા જણાવતા કહે છે કે, ટી પોસ્ટ એ કોઇ આ પૈસાનો બિઝનેસ નથી, પ્રિન્સીપલનો બિઝનેસ છે. આજેપણ અમારા એકપણ આઉટલેટ્સ પર સિગરેટનું વેચાણ કરવામાં આવતું નથી. હાલમાં વાર્ષિક 27 કરોડનું ટર્નઓવર છે અને હવે આગામી વર્ષે આ જ ટાર્ગેટ રૂ.50 કરોડનો છે. 

TEA POST એક પરિવાર 

TEA POSTની એક ખાસિયત છે કે, અનેક આઉટલેટ્સ એવા છે કે, જ્યાં 40 થી વધુ મુક-બધિર લોકો કામ કરી રહ્યા છે. આ લોકો સામાન્ય લોકો કરતા પણ વધુ સારી રીતે TEA POST ચલાવી રહ્યા. આ લોકોની એક ખાસિયત છે કે તેઓ પ્રમાણિક અને શિસ્તબદ્ધ હોય છે. જો સામાન્ય હિસાબ પણ ન મળે તો તેઓ ઘરે જતાં નથી. 

નવા ઉદ્યોગ સાહસિકોને સૂચન

દર્શન દાસાણી નવા ઉદ્યોગ સાહસિકોને કહે છે સખત પરિશ્રમ વગર કોઈ ધંધામાં સફળતા મળતી નથી. ચા હું પોતે બનાવતો નથી. ચાના ધંધાના વિચારો મારી પહેલા અનેક લોકોને આવ્યા છે. પરંતુ execution of ideas ખૂબ જ અગત્યની બાબત છે. આ બાબતનું ધ્યાન રાખશો તો સફળતા મળશે જ. 

સંકળાયેલા મુદ્દાઓ

Darshan Dasani TEA POST success story ગુજરાતી ન્યૂઝ દર્શન દાસાણી venture

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ