બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / દુબઈમાં ટીમ ઈન્ડિયાનું 'ઓપરેશન સિંદૂર' સફળ, પાકિસ્તાનને ચટાવી ધૂળ

સ્પોર્ટ્સ / દુબઈમાં ટીમ ઈન્ડિયાનું 'ઓપરેશન સિંદૂર' સફળ, પાકિસ્તાનને ચટાવી ધૂળ

Maulik Patel

Last Updated: 12:00 AM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપ 2025ના રોમાંચક મુકાબલામાં ભારતે દુશ્મન પાકિસ્તાન સામે 7 વિકેટે ભવ્ય જીત નોંધાવી. દુબઈમાં રમાયેલી આ મેચમાં ભારતીય બોલર્સે પાકિસ્તાને માત્ર 127 રન પર રોકી દીધું. ત્યારબાદ સુકાની સુર્યકુમાર યાદવે શાનદાર નોટઆઉટ ઇનિંગ રમીને ભારતને વિજય અપાવ્યો હતો.

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આજે એશિયા કપ 2025નો છઠ્ઠો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયો હતો, જેમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને 7 વિકેટે હરાવી દીધું. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો. જોકે ગિલ વહેલા સ્ટમ્પ આઉટ થઈ ગયા અને ફક્ત 10 રન બનાવી શક્યા. તેમના બાદ અભિષેક શર્માએ મજબૂત બેટિંગ કરી અને માત્ર 13 બોલમાં 31 રન ફટકાર્યા. તેમ છતાં તેઓ પણ વધુ સમય સુધી ટક્યા નહીં. કપ્તાન સુર્યકુમાર યાદવ અને તિલક વર્માએ ઇન્ડિયાને જીત તરફ લઇ જતી 56 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી. તિલક વર્મા 31 રન બનાવી 13મા ઓવરમાં આઉટ થયા ત્યારે ભારત 97 રન પર હતું.

બાદમાં સુર્યકુમાર યાદવે પોતાની અનુભવી બેટિંગથી ટીમને સંભાળી રાખી અને 47 રન બનાવ્યા. સુર્યકુમારે 16મા ઓવરમાં એક ભવ્ય છક્કો ફટકારતાં ભારતને જીત અપાવી. ભારતે માત્ર 3 વિકેટના નુકસાને 128 રન બનાવીને મેચ જીતી લીધી. તેઓએ મધ્ય ઓવરોમાં બે મહત્વપૂર્ણ વિકેટ લઈને પાકિસ્તાનની પારી બેસાડી હતી. ભારતની આ જીત એશિયા કપ 2025માં ટીમના આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સુર્યકુમારનું શાંતિભર્યું નેતૃત્વ અને બોલર્સનું પ્રદર્શન ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે.

ટોસ જીતીને પાકિસ્તાને બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ શરૂઆતથી જ ટીમ દબાણમાં આવી ગઈ હતી. પહેલી જ ઓવરના પહેલા બોલ પર હાર્દિક પંડ્યાએ સેમ અયૂબને આઉટ કરી ભારતને પહેલી સફળતા અપાવી. ત્યારબાદ બુમરાહે પોતાનું જાદુ બતાવ્યું અને બીજા ઓવરમાં જ મુહમ્મદ હેરિસને પેવેલિયન મોકલી દીધો. ફખર ઝમાને થોડી મેચ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ 17 રન બનાવી અક્ષર પટેલના શિકાર બન્યા.

મિડલ ઓર્ડર પાકિસ્તાની બેટ્સમેન નિષ્ફળ રહ્યા. સુકાની સલમાન આઘા માત્ર 3 રન બનાવી શક્યા. કુલદીપ યાદવે 13મા ઓવરમાં બે વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનને પછાડીને મૂક્યું હતું. ફાઈનલી, પાકિસ્તાની ટીમ માત્ર 127 રન સુધી સીમિત રહી ગઈ.પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમા 9 વિકેટ ગુમાવી 127 રન બનાવ્યા હતા, જેમાં ભારતીય બોલર્સે ખૂબ જ અસરકારક દેખાવ કર્યો હતો. કુલદીપ યાદવે 3, બુમરાહ અને અક્ષર પટેલે 2-2 વિકેટ ઝડપી હતી.

મેન ઓફ ધ મેચ - કુલદીપ યાદવ

તેમની ચર્ચાતી સ્પિન બોલિંગને કારણે કુલદીપ યાદવને "મેન ઓફ ધ મેચ" ઘોષિત કરવામાં આવ્યા. તેઓએ મિડલ ઓવરોમાં બે મહત્વપૂર્ણ વિકેટ લઈને પાકિસ્તાનની પારી બેસાડી હતી. ભારતની આ જીત એશિયા કપ 2025માં ટીમના આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સુર્યકુમારનું શાંતિભર્યું નેતૃત્વ અને બોલર્સનું પ્રદર્શન ભારતને ફાઈનલ સુધી પહોંચાડવામાં મદદરૂપ બની શકે છે.

બંને ટીમની પ્લેઈંગ 11 આ પ્રમાણે હતી.

app promo1

ઈન્ડિયન પ્લેઈંગ 11

અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી

વધુમાં વાંચો: વિરાટ કોહલી-રોહિત શર્માને વનડે સિરીઝ માટે ટીમમાંથી આઉટ, શ્રેયસ ઐયર પણ બહાર

પાકિસ્તાન પ્લેઈંગ 11

સાહિબજાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હરિસ (વિકેટકીપર), ફખર ઝમાન, સલમાન આગા (કેપ્ટન), હસન નવાઝ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, અબરાર અહેમદ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

AsiaCup2025 Dubai Stadium India win against pakistan
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ