ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Several people were killed in a mass shooting in the Canadian

ગન કલ્ચર ! / અમેરિકા બાદ હવે કેનેડાના આ વિસ્તારામાં થયો બેફામ ગોળીબાર, 3 લોકોના મોત, 1ની ધરપકડ

Published By: ParthB

Last Updated: 09:08 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં સવારે ઘણી જગ્યાએ ગોળીબારની ઘટનાઓ સામે આવી છે. પોલીસનું કહેવું છે આ ગોળીબારમાં લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે

ADVERTISEMENT

  • કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સોમવારે બની ગોળીબારની ઘટના  
  • આરોપીઓએ પોલીસની ગાડી પર પણ ગોળીઓ વરસાવી હતી
  • આ ઘટનાને કારણે અત્યાર સુધીમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો 

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં સોમવારે બની ગોળીબારની ઘટના  

કેનેડાના પ્રાંત બ્રિટિશ કોલંબિયામાં સોમવારે વહેલી સવારે અનેક ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઘણા લોકોના મોત પણ થયા હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ સ્થાનિક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, આ ઘટનાને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, પોલીસે આ કેસમાં એક વ્યક્તિને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે.

પોલીસની ગાડી પર પણ ગોળીઓ વરસાવી હતી

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) એ જણાવ્યું હતું કે લેંગલીના વ્યસ્ત વિસ્તારમાં ગોળીબાર થયો હતો. લેંગલી ટાઉનશીપમાં પણ ગોળીબારના અહેવાલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિલોબ્રુક મોલ, ફ્રેઝર હાઇવે પર કાસ્કેડ કેસિનો, લોગન એવન્યુ પર બસ લૂપ, ગ્લોવર રોડ અને એક સ્ટોર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, વિલોબ્રુક મોલમાં કાળા રંગના પોલીસ વાહન પર 10 ગોળીઓના નિશાન મળી આવ્યા હતા.આ પછી, પોલીસે લગભગ 6.30 વાગ્યે વિસ્તારમાં એલર્ટ જારી કરીને લોકોને સંબંધિત વિસ્તારમાં ન જવાની સલાહ આપી. આ ઉપરાંત પોલીસે ઘટનાસ્થળે જતો રસ્તો પણ બંધ કરી દીધો હતો.

ટાર્ગેટ કરીને ગોળીઓ ચલાવવામાં આવી હતી

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, જે લોકો પર ગોળી મારવામાં આવી છે તે લોકો બેઘર હતા. સાથે જ પોલીસનું માનવું છે કે હુમલો સુનિયોજિત હતો. આ કેસમાં પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ગોળીબારમાં માત્ર એક જ વ્યક્તિ સામેલ હતી કે તેની સાથે અન્ય કેટલાક લોકો હતા.

આ મામલે પોલીસે શું એલર્ટ જાહેર કર્યું?

પોલીસે જણાવ્યું હતું કે શંકાસ્પદ એકલો કામ કરતો હતો અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ફાયરિંગ માટે તે જ જવાબદાર છે. લેંગલી અને લેંગલી ટાઉનશીપ શહેરની બહારના વિસ્તારોને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે લોકોને 200 સ્ટ્રીટ અને લેંગલી બાયપાસ નજીકના વિસ્તારમાંથી બહાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Police canada killed mass shooting કેનેડા ગોળીબાર પોલીસ હત્યા CANADA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ