ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
માર્કેટ ઓપનિંગના પહેલા અડધા કલાકમાં સેન્સેક્સે 600 પોઈન્ટ તુટ્યો હતો.બીજી તરફ નિફ્ટીએ પણ 180 પોઈન્ટનું લેવલ તોડીને 15500ની સપાટી તુટી હતી. સમાચાર લખાય છે ત્યારે સેન્સેક્સ 598 પોઈન્ટના ઘટાડા સાથે 51,933.59 પર ટ્રેડ કરી રહ્યો હતો. બુધવારે સવારે સેન્સેક્સ 346 પોઈન્ટના ઘટાડા સાથે 52186 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટીએ 193 પોઈન્ટના નુકસાન સાથે 15,446 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. વૈશ્વિક બજારમાં સકારાત્મક સેન્ટિમેન્ટ છતાં રોકાણકારો આજે નફો બુક કરતા જોવા મળ્યા હતા. સેન્સેક્સના 30માંથી 29 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. માત્ર મારુતિનો સ્ટોક જ લીલા નિશાન પર હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 187.75 પોઈન્ટ ઘટીને 15,451.05 પર આવી ગયો છે.

ADVERTISEMENT
આ છે ટોપ ગેઇનર્સ અને લુઝર
રોકાણકારોએ ટાટા સ્ટીલ, એનટીપીસી, વિપ્રો, ટેક એમ, એચસીએલ ટેક, ઇન્ડસઇન્ડ બેંક, ટાઇટન અને રિલાયન્સ જેવી કંપનીઓના શેર વેચ્યા, જેના કારણે આ શેરો 3 ટકા ઘટ્યા અને ટોપ લુઝર બન્યા. આ સિવાય હિન્દાલ્કો, ONGC, JSW સ્ટીલ જેવી કંપનીઓના શેરમાં પણ આજે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ ડો. રેડ્ડીઝ, એચયુએલ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, મારુતિ અને સન ફાર્મા જેવી કંપનીઓ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતી.
ADVERTISEMENT
કેવી છે એશિયન બજારોની સ્થિતિ
એશિયન બજારોની વાત કરીએ તો હોંગકોંગ, સિયોલ અને શાંઘાઈના બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ 3.20 ટકા ઘટીને $110.98 પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, FIIએ મંગળવારે રૂ. 2,701.21 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.
ADVERTISEMENT

મંગળવારે બજાર મજબૂત જોવા મળ્યું હતું
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે મંગળવારે BSE સેન્સેક્સ 934.23 પોઈન્ટ ઉછળીને 52,532.07 પોઈન્ટ પર બંધ થયો હતો. તે જ સમયે, NSE નિફ્ટી 288.65 પોઈન્ટના વધારા સાથે 15,638.80 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 29 શેર ઉછળ્યા હતા. શેરબજારના મજબૂત વળતરને કારણે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 6 લાખ કરોડનો વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો