બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / Second phase high profile seats Rahul Gandhi, Lok Sabha Speaker, and these 15 leaders will be tested fire

લોકસભા ચૂંટણી 2024 / બીજા તબક્કાની હાઈપ્રોફાઇલ બેઠકો: રાહુલ ગાંધી, લોકસભા અધ્યક્ષ સહિત આ 15 નેતાઓની અગ્નિ પરીક્ષા

Ajit Jadeja

Last Updated: 12:29 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી મેદાનમાં, બીજા તબક્કામાં બે પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે. ત્યારે હવે બીજા તબક્કાના મતદાનની તૈયારીઓ હાથ ધરાઇ છે. 26 એપ્રિલના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. બીજા તબક્કામાં બે પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે. 26 એપ્રિલે રાજસ્થાનના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોનું ભાવિ પણ જનતા નક્કી કરશે. રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા ત્રીજી વખત કોટાથી ચૂંટણી લડી રહ્યા છે. બધાની નજર હેમા માલિની મથુરા સીટથી અને અરુણ ગોવિલ મેરઠથી ચૂંટણી લડી રહી છે તેના પર છે.

26 એપ્રિલએ બીજા તબક્કાનું મતદાન

પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાનું બ્યુગલ વાગી ગયું છે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. 24મી એપ્રિલની સાંજથી પ્રચારના પડઘમ શાંત થશે. બીજા તબક્કામાં 12 રાજ્યોની 88 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકો માટે કુલ 1206 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓની સાખ દાવ પર છે. ચાલો જાણીએ હાઈ-પ્રોફાઈલ બેઠકો જેના પર સમગ્ર દેશની નજર રહેશે.

વાયનાડ લોકસભા બેઠક

બીજા તબક્કામાં કેરળની તમામ 20 લોકસભા સીટો પર મતદાન થશે. આ બેઠકોમાંથી એક વાયનાડ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી બીજી વખત અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ 4,31,770 મતોથી ચૂંટણી જીતી હતી. રાહુલ ગાંધી આ વખતે ભારત જોડો યાત્રા દ્વારા સમગ્ર દેશનો પ્રવાસ  કરી ચુક્યા છે. અને કોંગ્રેસને દેશમાં ફરી બેઠી કરવા માટે આ યાત્રા કરી હતી. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ રાહુલ ગાંધી સામે મહિલા ઉમેદવાર એની રાજાને મેદાનમાં ઉતાર્યા છે. દરમિયાન પીઆર કૃષ્ણકુટ્ટી બહુજન સમાજ પાર્ટી તરફથી ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી સામે ભાજપએ કે.સુરેન્દ્રન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વાયનાડમાં પાંચ અપક્ષ સહિત કુલ નવ ઉમેદવારો મેદાનમાં છે.

કોટા લોકસભા સીટ

લોકસભા સ્પીકર ઓમ બિરલા રાજસ્થાનની કોટા લોકસભા સીટથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અગાઉ તેઓ આ બેઠક પરથી 2014 અને 2019ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. કોંગ્રેસે ઓમ બિરલાની સામે પ્રહલાદ ગુંજાલને ટિકિટ આપી છે. બસપાના ધનરાજ યાદવ પણ નસીબ અજમાવી રહ્યા છે. આ બેઠક પર નવ અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો મેદાનમાં છે.

મથુરા લોકસભા સીટ

ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા સીટ પર બધાની નજર છે. કારણ છે ફિલ્મ અભિનેત્રી હેમા માલિની અહીથી ચુંટણી લડી રહ્યા છે. ભાજપે ત્રીજી વખત મથુરા સીટ પરથી હેમા માલિનીને મેદાનમાં ઉતાર્યા છે. તે અહીંથી બે વખત જીતી પણ ચુકી છે. હેમા માલિનીને હરાવવા આ બેઠક પર કોંગ્રેસએ મુકેશ ધનગર અને બસપાએ સુરેશસિંહને ટિકિટ આપી છે. મથુરા બેઠક પરથી 10 અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

મેરઠ લોકસભા સીટ

રામાયણના ‘રામ’ અરુણ ગોવિલ ઉત્તર પ્રદેશની મેરઠ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર પોતાનું રાજકીય નસીબ અજમાવી રહ્યા છે. આ બેઠક પર સપાએ સુનીતા વર્માને અને બસપાએ દેવવ્રત કુમાર ત્યાગીને મેદાનમાં ઉતાર્યા છે. અહીંથી કુલ આઠ ઉમેદવારો મેદાનમાં છે.

રાજનાંદગાંવ લોકસભા બેઠક

છત્તીસગઢની રાજનાંદગાંવ લોકસભા સીટ બીજા તબક્કાની હાઈ-પ્રોફાઈલ સીટોમાંથી એક છે. કોંગ્રેસે અહીંથી છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ટિકિટ આપી છે. દુર્ગના રહેવાસી બઘેલની પ્રતિષ્ઠા અહીં દાવ પર છે. ભૂપેશ સામે ભાજપના સંતોષ પાંડે છે. બસપાએ અહીં દેવલાલ સિંહાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. રાજનાંદગાંવથી સાત અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

માન્ડયા લોકસભા બેઠક

કર્ણાટકની માન્ડયા લોકસભા સીટ પર પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીની વિશ્વસનીયતા દાવ પર છે. કુમારસ્વામીની પાર્ટી જનતા દળ (સેક્યુલર) લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે ગઠબંધનમાં છે. કોંગ્રેસે તેમની સામે વેંકટરામન ગૌડાને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે સાત અપક્ષ સહિત કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે.

તિરુવનંતપુરમ લોકસભા સીટ

કેરળની તિરુવનંતપુરમ સીટની પણ સમગ્ર દેશમાં ચર્ચા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરૂર સામે છે.

કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ પન્યાન રવિન્દ્રનને ટિકિટ આપી છે. બસપા તરફથી એડવોકેટ રાજેન્દ્રન પણ ચૂંટણીની રેસમાં ઉતર્યા છે. અહીંથી સાત અપક્ષ સહિત કુલ 12 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

જોધપુર લોકસભા સીટ

રાજસ્થાનની જોધપુર લોકસભા સીટ પર પણ 26મી એપ્રિલે બીજા તબક્કામાં મતદાન છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે BSP તરફથી મંજુ મેઘવાલ અને કોંગ્રેસના કરણસિંહ ઉચિરાડા ઉમેદવાર છે. જોધપુર બેઠક માટે છ અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ગૌતમબુદ્ધ નગર લોકસભા બેઠક

ઉત્તર પ્રદેશની ગૌતમબુદ્ધ નગર લોકસભા બેઠક સૌથી વધુ ચર્ચામાં છે.કારણ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.મહેશ શર્મા અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીએ ડૉ.મહેન્દ્રસિંહ નાગરને મેદાનમાં ઉતાર્યા છે. બસપા તરફથી રાજેન્દ્રસિંહ સોલંકી ઉમેદવાર છે. અહીંથી ચાર અપક્ષ સહિત કુલ 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

અટીંગલ લોકસભા બેઠક

કેરળની અટ્ટિંગલ લોકસભા સીટ પર કેન્દ્રીય રાજ્ય મંત્રી વી. મુરલીધરનની પ્રતિષ્ઠા દાવ પર છે. કોંગ્રેસે તેમની સામે અદૂર પ્રકાશને ઉમેદવાર બનાવ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કવાદી) તરફથી એડવોકેટ વી જોય અને BSPએ આ બેઠક પરથી એડવોકેટ સુરભી એસને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ત્રણ અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારોએ ચૂંટણી લડી છે.

ઝાલાવાડ-બારા લોકસભા બેઠક

રાજસ્થાનની ઝાલાવાડ-બારા લોકસભા સીટને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો ગઢ માનવામાં આવે છે. 2009થી અત્યાર સુધી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતસિંહ અહીંથી સાંસદ છે. દુષ્યંતસિંહ ચોથી વખત ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે ઉર્મિલા જૈનને અને બસપાએ ચંદ્રસિંહ કિરાડને મેદાનમાં ઉતાર્યા છે. અહીં ત્રણ અપક્ષ સહિત કુલ સાત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

જાલોર લોકસભા બેઠક

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત રાજસ્થાનની જાલોર લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે વૈભવ સામે લુંબારામને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર છ અપક્ષ સહિત 12 ઉમેદવારો છે.

મૈસુર લોકસભા બેઠક

કર્ણાટકની મૈસુર લોકસભા સીટ પર રાજવી પરિવારના પૂર્વ સભ્ય પર ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યદુવીર કૃષ્ણદત્ત ચામરાજા વાડિયાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસે આ બેઠક પર એમ લક્ષ્મણને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે આઠ અપક્ષ સહિત 18 ઉમેદવારો મેદાનમાં છે.

બેંગલુરુ દક્ષિણ લોકસભા સીટ

બેંગલુરુ દક્ષિણ લોકસભા બેઠક પર ભાજપના યુવા સાંસદ તેજસ્વી સૂર્યાની પ્રતિષ્ઠા દાવ પર છે. તેજસ્વીએ ગત ચૂંટણી અહીંથી જીતી હતી. કોંગ્રેસે અહીં સૌમ્યા રેડ્ડીને ટિકિટ આપી છે. આ બેઠક માટે 12 અપક્ષ સહિત કુલ 22 ઉમેદવારો મેદાનમાં છે.

આ પણ વાંચોઃ ભાજપના દિવંગત ઉમેદવાર કુંવર સર્વેશ સિંહ 1991 થી 2007 સુધી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા

પૂર્ણિયા લોકસભા બેઠક

બિહારની પૂર્ણિયા લોકસભા સીટ શરૂઆતથી જ ચર્ચામાં છે. રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ અહીં બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યા છે. પપ્પુ યાદવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે પરંતુ આરજેડી સાથે વાતચીત સફળ થઈ નથી. હવે રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે આ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે. બસપા તરફથી અરુણ દાસ મેદાનમાં છે. અહીં કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે.

બીજા તબક્કામાં આ હાઇપ્રોફાઇલ બેઠકો પર ઉમેદવારોના ભાવી મતપેટીમાં સીલ થશે. ત્યારે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે પરંતુ જનતા તોને ચુંટીને દિલ્હી મોકલશે તેનો ફેસલો મતદાનના દિવસે થવાનો  છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ