બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Scotland gave the Indian team a target of 86 runs to win. Runrate is even more important than winning

કર મેદાન ફતેહ / સ્કોટલેંડે ભારતીય ટીમને આપ્યો જીતવા માટે 86 રનનો ટાર્ગેટ. જીત કરતા રનરેટ પણ વધુ મહત્વનો

Published By: Mehul

Last Updated: 09:52 PM, 5 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T-20 વર્લ્ડકપમાં ભારતે સ્કોટલેંડને હરાવવા સાથે ઉંચો રનરેટ જાળવવો પડશે.આમ છતાં સેમી ફાયનલ માટે ન્યુઝીલેન્ડની એક હાર પર નિર્ભરતા

  • T-20 વર્લ્ડકપમાં ભારત V/s સ્કોટલેંડ 
  • ભારતે જીત સાથે રનરેટ ઉંચો જાળવવો પડશે 
  • સ્કોટલેંડ ટીએમ આપ્યો જીત માટે  86 રનનો લક્ષ્ય 

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે ત્યારે T-20 વર્લ્ડ કપમાં સ્કોટલેંડ સામેની મેચમાં આજે વિરાટે ટોસ જીતી પહેલા ફિલ્ડીંગ  પસંદ કરી હતી. 
સ્કોટલેંડ ટીમે શરુઆતના 5 ઓવરમાં લગભગ 25 રન ખડકી દીધા હતા.પરંતુ ત્યાર પછી ટીમે ધબડકો શરુ કર્યો હતો. બુમ્રાહ, શમી અને જાડેજાએ સંજો રીલાર ફેરવવાનું શરુ કર્યું હતું. રવીન્દ્ર જાડેજાએ પોતાના 4 ઓવર્સના સ્પેલ માં માત્ર 15 રન આપી 3 વિકેટ ખેડવી હતી. તો મહોમ્મદ સામીએ પણ માત્ર 3 ઓવર્સમાં 15 રન આપી 3 વિકેટ ચટકાવી હતી.સ્કોટલેંડ  ટીમે 20 ઓવર્સમાં 85 રન બનાવી ભારતીય ટીમને  જીત માટે 86  રનનો ટાર્ગેટ આપ્યો હતો.

સ્કોટલેંડનાં ઓપનર જયોજ મુન્સી એ શરૂઆત ભારે આક્રમક કરી હતી.મુન્સીએ 4  ચોક્કા અને 1 છગ્ગા સાથે માત્ર 19 બોલમાં આક્રમક 24 રન ફટકાર્યા હતા. શમીએ મુન્સીની વિકેટ ખેડવતા જ ભારતીય ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.ત્યાર બાદ, કેલમ મેકલીઓડ  અને માઈકલ લિસક અનુક્રમે 16 અને 21 રન બનાવી શક્યા હતા. 

આ T-20 WCમાં આ ઘટના  પહેલી વખત બની છે કે, વિરાટ કોહલીએ ટોસ જીત્યો હોય.ટોસ જીતતા જ વિરાટ ટ્વીટર પર છવાઈ ગયો હતો. વિરાટના ટોસ જીતતાની સાથે જ મીમ્સની ઝાડીઓ વરસી હતી.

કોહલીએ ખુદે કહ્યું કે,આખરે જન્મદિવસે તે ટોસ જીત્યો છે.કાશ,પહેલા મેચમાં આવું થયું હોત.ઉલ્લેખનીય છે કે, ટોસ મામલે વિરાટનો રેકર્ડ અત્યંત ખરાબ છે.આજ સુધીથી આગળની 12 મેચમાં ટોસ હારી ગયો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

T-20 WC-2021 Toss Virat Kohli won સ્કોટલેંડ -ભારત T-20 WC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ