ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Satir gang stealing rickshaws, committed 12 crimes but made a big mistake in Ahmedabad, finally arrested

મહેસાણા / રિક્ષા લઈને ચોરી કરતી શાતિર ટોળકી, 12 ગુના કર્યા પણ અમદાવાદમાં થઈ મોટી ભૂલ, આખરે ધરપકડ

Published By: Vishal Khamar

Last Updated: 06:11 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુનેગાર ગમે તેટલો શાતિર હોય પણ એક ભૂલ તો કરી જ બેસે..આવું જ કંઈક 12 કરતા વધુ ચોરીને અંજામ આપનાર ટોળકી સાથે થયું. શુ કરી આ ચોર ટોળકીએ ભૂલ અને આ ભૂલ કેવી રીતે ભારે પડી.

ADVERTISEMENT

  • મહેસાણામાં ચોરોએ એક જ રાતમાં 7 દુકાનનાં તાળા તોડ્યા હતા
  • માત્ર એક નંબરના આધારે પોલીસ ચોરો સુધી પહોંચવાનું પહેરૂ શોધ્યું
  • પકડાયેલા ચોરો ભૂતકાળમાં અનેક ચોરીને અંજામ આપી ચૂક્યા છે

મહેસાણામાં થોડા સમય પહેલા મોઢેરા રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં કેટલાક શખ્શો દ્વારા દુકાનોનાં તાળા તોડ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ કરતા 
(1) અસલમ મોજમખાન પઠાણ(ઉંમર 36 વર્ષ રહેવાસી જમાલપુર અમદાવાદ)(2) અજરુદ્દીન કરીમુદ્દીન શેખ (ઉંમર 35 રહે જમલાપુર અમદાવાદ) (3) જાઉલ ઉર્ફે જાઉલો હમીદખાન મલેક (ઉંમર 23 વર્ષ સોનલ સિનેમા વેજલપુર અમદાવાદ)  (4) સમીરખાન પઠાણ ઉંમર 28 સરખેજ અમદાવાદ. મહેસાણા પોલીસની ગિરફતમાં રહેલા આ 4 શખ્સ શાંતિર ચોર છે. આ ટોળકીના જાઉલો ,સમીરખાન અને અજરુદ્દીન ભૂતકાળમાં 12 કરતા વધુ ચોરીને અંજામ આપી ચુક્યા છે. જાઉલો અમદાવાદ શહેરના ઘરફોડ ચોરીના 12 કરતા વધુ ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલ છે.તો સમીરખાન પણ અમદાવાદ શહેરમાં 12 કરતા વધુ ચોરીને અંજામ આપી ચુક્યો છે.એજ રીતે અજરુદ્દીન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચુક્યો છે.આમ આ ટોળકી ચોરી કરવામાં માહિર છે.

આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી

એક જ રાતમાં 7 દુકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો હતો

આ ટોળકીએ બે દિવસ પહેલા મહેસાણાના મોઢેરા રોડ વિસ્તારમાં આવેલા કંકુબા કોમ્પ્લેક્સમાં એક જ રાતમાં 7 દુકાનના તાળા તોડી તરખાટ મચાવ્યો હતો.જો કે ચોરીમાં માહિર એવી આ ગેંગ થી એક જ ભૂલ થઈ ગઈ અને મહેસાણા પોલીસે આ ટોળકીને માત્ર બે જ દિવસમાં ઝડપી લીધા..આ ટોળકી ચોરી કરવા માટે રીક્ષા લઈને આવી હતી.અને ચોરી કર્યા બાદ પણ આ ટોળકી એ જ રિક્ષામાં ફરી રહી હતી.મહેસાણા પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે રીક્ષા નો નંબર મેળવી લીધો અને ગણતરીના દિવસોમાં જ ચોર ટોળકી સુધી પોલીસ પહોંચી ગઈ

લેપટોલ, મોબાઈલ સહિતનો મુદ્દામાલ પોલીસ કબ્જે કર્યો

જાણો ચોરોની મોડસ આપરેન્ડી અને કેવી રીતે પોલીસ પહોંચીં તેમના સુધી
મહેસાણા પોલીસે ઝડપેલી આ ટોળકી મૂળ અમદાવાદ ની રહેવાસી છે.અને ટોળકીના મોટા ભાગના શખ્સ નશાના બંધાણી છે.નશો કરવાની ટેવને કારણે ચોરીને રવાડે ચઢી ગઈ હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ ટોળકી નશો કરતી અને નશાની હાલતમાં જ રીક્ષા સાથે વિવિધ વિસ્તારમાં નીકળી પડતી. અને જ્યાં અનુકૂળ પડે ત્યાં ચોરીને અંજામ આપી દેતા હતા. મહેસાણામાં બે દિવસ પૂર્વે  આ જ મોડ્સ ઓપરેન્ડી થી આ ટોળકીએ 7 દુકાનના તાળા તોડ્યા અને લેપટોપ,મોબાઈલ ફોન,પરચુરણ સહિત જે હાથ લાગ્યું તે લઈને ફરાર થઇ ગઇ હતી.પોલીસ તપાસ દરમિયાન ચોરીના સ્થળ નજીક જી જે 01 ટી એફ 3557 નંબરની રીક્ષા શંકાસ્પદ રીતે જોવા મળી અને પોલીસે રીક્ષાના નંબર આધારે તપાસ હાથ ધરી તો ચોર ટોળકી સુધી પોલીસ પહોંચી ગઈ.અને ચોર ટોળકી ચોરીનો મુદ્દામાલ સગેવગે કરે તે પહેલાં જ પોલીસના હાથે પકડાઈ ગઈ.

તપાસ અધિકારી આર.આઈ.દેસાઈ (ડી વાય એસ પી મહેસાણા)

પ્રજાએ જાગૃત થવાની જરૂરઃપોલીસ
ચોરી ના વધતા જતા બનાવ બાબતે પ્રજા એ પણ જાગૃત થવાની જરૂર છે.રોડ ઉપર વાહનમાં જ ચાવી છોડીને ખરીદી માટે જતા લોકોના વાહન ચોરાઈ જવાના કિસ્સામાં ચોરને ખુલ્લું આમંત્રણ સમાન છે. ત્યારે પ્રજાએ પણ ચોરીના બનાવ રોકવા જાગૃત થવાની જરૂર છે. તો બીજી તરફ મકાન બંધ રહેતું હોય તેવા કિસ્સામાં પણ અગાઉથી પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Mahesana Police thieves were caught મહેસાણા પોલીસ શાતિર ચોર Mahesana

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ