બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / rushikesh patel attack Rahul Gandhi and Congress bjp win

Lok Sabha Elction 2024 / લોકસભા ચૂંટણી પહેલા આરોગ્ય મંત્રીએ કર્યો જીતનો દાવો, કહ્યું 'આ વખતે 303 નહીં...'"

Ajit Jadeja

Last Updated: 03:45 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસનગર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા રાજકિય માહોલ ગરમાયો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે.

Rushikesh Patel statement: લોકસભા ચૂંટણી પહેલા આરોગ્યમંત્રીએ જીતનો દાવો કરતા કહ્યુ કે  'આ વખતે 303 નહીં, 370 કરતા વધુ સીટોથી, બાકીના સાથી પક્ષો સાથે 400 થી વધારે સીટોથી ચોક્કસ વિજય આ ભારતની જનતા મોદી સાહેબને અપાવશે'. વિસનગરમાં ભૂમિપૂજન, ખાતમુર્હૂત અને લોકાર્પણ કાર્યક્રમમાં તેઓએ આ નિવેદન આપ્યું હતું. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યુ કે રાહુલ ગાંધી કોંગ્રેસને વિખેરવાનું કામ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી ભગવાન રામનો વિરોધ કરી વિકાસના કામમાં રોડા નાખી રહ્યા છે.મહેસાણાના વિસનગર ખાતે યોજાયેલા લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસને આડેહાથ લેતા રાજકિય માહોલ ગરમાયો છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે. આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર પણ શરૂ થયો છે.

જનતા ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી જોવા માગે છે
લોકસભાની ચૂંટણી મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સાથી પક્ષો સાથે મળીને 400 થી વધુ સીટો જીતશે. સરકારના વિકાસના કામોને કારણે જનતા ફરી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી જોવા માગે છે.  તેઓએ કોંગ્રેસને આડેહાથ લેતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસને વિખેરવાનું કામ કરી રહ્યાં છે. રાહુલ ગાંધી ભગવાન રામનો વિરોધ કરી વિકાસની વાતમાં રોડા નાખી રહ્યા છે.મોદી સરકાર સારું કામ કરતી હોય તો પણ દેશ હિતનો વિચાર કોંગ્રેસના મનમાં નથી આવતો જેને કારણે કોંગ્રેસની જે સીટો હતી એટલી પણ સીટો હવે દેખાતી નથી. 

લોકસભા ચૂંટણીમાં 400થી વધુ સીટો જીતીશું
વિસનગરમાં આરોગ્ય પ્રધાને વધુમાં કહ્યુ હતુ કે, ભાજપની 270 સીટોની વાત દેશે સ્વીકારી 272 સીટો આપી હતી. ત્યારબાદની ચૂંટણીમાં 300 સીટોની વાત દેશે સ્વીકારી 303 સીટો આપી છે. આવું દેશના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. આ લોકસભા ચૂંટણીમાં સરકારની કામગીરીના કારણે 303 નહિ પણ 370થી વધુ સીટો મળશે. સાથી પક્ષો સાથે 400 સીટોથી વધુ સીટો ભારતની જનતા મોદીને આપશે.

વધુ વાંચોઃ ચૂંટણી કમિશનરની નિયુક્તિ કેવી રીતે થાય છે? કોણ લગાવે છે અંતિમ મહોર? જાણો A to Z વિગત

વિપુલ ચૌધરીની ટીપ્પણીને વખોડી
ઋષિકેશ પટેલ દ્વારા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર કરેલી ટીપ્પણીને વખોડી હતી. અને કહ્યુ હતુ કે વિપુલભાઇનો તે અંગત વિચાર હોઇ શકે હું એ બાબતે વધુ કહી કહેવા માગતો નથી. તેમણે વધુમાં કહ્યુ હતુ કે દરેક સમાજના અગ્રણીઓ અને સંસ્થાઓ ભેગા મળીને સમાજના દિકરા દિકરીઓ માટે અભ્યાસ, આરોગ્ય સહિત દરેક ક્ષેત્રે સારી વ્યવસ્થાઓ ઉભી કરી શકે છે જે સારી બાબત છે તેના કારણે લોકો તેમના ઉપર વિશ્વાસ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ