ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / roger binni can take place of saurav ganguly as bcci

ક્રિકેટ / BCCIના નવા બોસની રેસમાં ચોંકાવનારું નામ, એક સમયે ટીમ ઈન્ડિયામાં હતો જોરદાર દબદબો

Published By: Jaydeep Shah

Last Updated: 11:32 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

18 ઓક્ટોબરનાં રોજ BCCIના અધ્યક્ષ પદની ચૂંટણીમાં સૌરવ ગાંગુલીનાં સ્થાન પર રોજર બિન્નીનાં પસંદ થવાની અટકળો લગાવાઈ રહી છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • 18 ઓક્ટોબરે BCCI અધ્યક્ષ પદની ચૂંટણી 
  • રોજર બિન્ની બની શકે છે BCCIના નવાં અધ્યક્ષ
  • 1983 વર્લ્ડ કપમાં બિન્નીએ રચ્યો હતો ઈતિહાસ

18 ઓક્ટોબરે BCCI અધ્યક્ષ પદની ચૂંટણી 

હાલમાં BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે પણ એમનું અધ્યક્ષ પદ બસ થોડા દિવસો માટે જ બચ્યું છે. જણાવી દઈએ કે BCCIને હવે નવા અધ્યક્ષ મળવા જઈ રહ્યા છે અને જલ્દી જ BCCI ના દરેક પદ માટે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ સાથે જ એમ પણ માહિતી મળી છે કે સૌરવ ગાંગુલી આ વખતે આ પદ માટે દાવેદાર નહીં બની શકે. આ બધી વાતો વચ્ચે BCCI ના નવા પ્રમુખ કોણ હશે તે વિશે દરેક લોકો ચર્ચા કરી રહ્યા છે અને આ બધા વચ્ચે અટકળોનું બજાર પણ ગરમ છે.  

BCCIના અધ્યક્ષ પદની રેસમાં રોજર બિન્ની મોખરે
બિન્ની અગાઉ પસંદગી સમિતિનો ભાગ પણ રહી ચૂક્યા છે. અને તે સૌરવ ગાંગુલીના સ્થાનની રેસમાં ટોચ પર છે.  જ્યારે જય શાહ સેક્રેટરી તરીકે ઇનિંગ ચાલુ રાખશે તેવા રીપોર્ટ મળી રહ્યા છે. 18 ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી માટે બીસીસીઆઈના ચૂંટણી ડ્રાફ્ટમાં બિન્નીનું નામ સામે આવ્યું છે. બિન્ની કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સંતોષ મેનનની જગ્યાએ તે જ દિવસે યોજાનારી વાર્ષિક સામાન્ય સભામાં રાજ્ય સંસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. 

1983 વર્લ્ડ કપમાં બિન્નીએ રચ્યો હતો ઈતિહાસ
ઘણાં ઓછા લોકો આ વાત જાણે છે કે રોજર બિન્ની આખી  ટુર્નામેન્ટમાં ભારતની ટાઈટલ જીતમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. બિન્નીએ 8 મેચમાં 18 વિકેટ લીધી હતી. જેમાં એક ઈનિંગમાં ચાર વિકેટ લેવાનો ઇતિહાસ એક વખત બન્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI Cricket બીસીસીઆઇ રોજર બિન્ની સૌરવ ગાંગુલી BCCI

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ