બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Reshma Patel joined Aam Aadmi Party

BIG BREAKING / NCPનો હાથ છોડી રેશમા પટેલે AAPનું ઝાડું પકડ્યું, ભાજપના આ દિગ્ગજ પાટીદાર ચહેરા સામે ઉતરી શકે છે ચૂંટણી મેદાને

Malay

Last Updated: 11:13 AM, 16 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રેશમા પટેલ NCPમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

  • રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા
  • સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા
  • રેશમા પટેલ વિરમગામથી લડી શકે છે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે તડજોડની રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. ભાજપ હોય કે આપ, કે પછી કોંગ્રેસ કદાવર નેતાને પોતાની પડખે કરી રાજકીય ગણિતના સોગઠાં ફીટ બેસાડવામાં ઘણખરા ઉમેદવારોની જાહેરાત બાદ પણ પાછી પાની કરી રહ્યા નથી ત્યારે ગુજરાતના રાજકારણના વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. NCPના ગુજરાત મહિલા પ્રમુખ રેશમા પટેલે બરોબર ચૂંટણીની મોસમ જામતા જ હવાફેર કરી છે. એટલે કે રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

NCPમાંથી આપી દીધું હતું રાજીનામું 
ગુજરાતમાં તમામ પક્ષોના અસંતુષ્ટ નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે. ટિકિટ ન મળતા રેશમા પટેલે પણ NCPમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમણે NCPના તમામ સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.  આમ આદમી પાર્ટીના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પાર્ટીનો ખેસ પહેરાવી તેમને આવકાર્યા છે. 

વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે?
વધુ મળતી વિગતો પ્રમાણે રેશમા પટેલને હાર્દિક પટેલની સામે એટલે કે વિરમગામ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેવા પણ સંકેત મળી રહ્યા છે. વિરમગામ બેઠક પર આપ પાર્ટીએ ઠાકોર સમાજના આગેવાન ચંદુજી ઠાકોરને ટિકિટ આપી છે. રેશમા પટેલના આવવાથી ઠાકોર સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી શકે છે. રાજનીતિમાં સમય સાથે બધુ જ નક્કી છે. ત્યારે બુધવારની સાંજ ગુજરાતની રાજનીતિમાં શું નવું લઈને આવે છે તે જોવું રહ્યું. હાલ તો રેશમા પટેલના આપમાં આગમનનો મુદ્દો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે.  

કોણ છે રેશમા પટેલ ?
- રેશમા પટેલ મૂળ વંથલી તાલુકાના બંટિયા ગામના વતની છે. 
- તેઓ સામાન્ય કડવા પાટીદાર પરિવારમાંથી આવે છે. 
- 2015ના પાટીદાર અનામત આંદોલન બાદ તેઓ પાટીદાર નેતા તરીકે ઉભરી આવ્યા હતા.
- બાદમાં 2017માં ભાજપમાં જોડાઈ રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
- ભાજપ સામે પણ વાંધો પડતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો હતો.
- ત્યારબાદ તેઓ NCPમાં જોડાયા હતા
- પાર્ટીએ તેમને એનસીપીના ગુજરાત મહિલા પ્રમુખ બનાવ્યા હતા
- ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને NCPનું ગઠબંધન થતાં ટિકિટ કપાઈ
- 16 નવેમ્બર, 2022ના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ