બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
Reliance Jio Infocommએ વર્ષ2022-23 પ્રથમ ક્વાર્ટરનો નફો જાહેર કર્યો
ADVERTISEMENT
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Jio પ્લેટફોર્મ્સની પેટાકંપની, Reliance Jio Infocomm એ જૂન 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર (Q1) માટે પરિણામો જાહેર કર્યા છે. 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો એકીકૃત નફો રૂ. 4,335 કરોડ હતો. 2021-22ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો આ નફો 4,173 કરોડ રૂપિયા હતો. જ્યારે નાણાકીય વર્ષ 2021-22 ના પ્રથમ ક્વાર્ટરમાં, Jio Infocomm એ 3,501 કરોડનો નફો કર્યો. Jio પ્લેટફોર્મ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ શાખા છે.

ADVERTISEMENT
ચોખ્ખો નફોમાં ઉછાળો
જો આપણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ટકાવારીની દ્રષ્ટિએ Jio ઇન્ફોકોમના ચોખ્ખા નફા પર નજર કરીએ તો તેમાં 24 ટકાનો વધારો થયો છે. Jio Infocomm ની આવક ગયા વર્ષની સરખામણીમાં 21.5 ટકા વધી છે. હવે તે વધીને રૂ. 21,873 કરોડના સ્તરે પહોંચી ગયો છે. ત્રિમાસિક ધોરણે કંપનીની કમાણીમાં 4.7 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 2020-21ના ચોથા ક્વાર્ટરમાં તે રૂ. 20,901 કરોડ હતો.ક્વાર્ટર દરમિયાન EBITDAમાં 27.2 ટકાનો વધારો થયો છે અને હવે તે રૂ.10,964 કરોડના સ્તરે પહોંચી ગયો છે. નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં તે રૂ. 10,510 કરોડ હતું. બીજી બાજુ EBITDA માર્જિન 220 બેસિસ પોઈન્ટ વધીને 50.1 ટકા થઈ ગયું છે
ADVERTISEMENT
5G સેવા માટે તૈયાર કંપનીઓ
Jioના પ્રથમ ક્વાર્ટરના પરિણામો એવા સમયે આવ્યા છે જ્યારે ટેલિકોમ કંપનીઓ 5G સેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 5G સ્પેક્ટ્રમની હરાજી 26 જુલાઈથી શરૂ થશે.આમાં,ઓછામાં ઓછા રૂ.4.3 લાખ કરોડની કુલ 72 ગીગાહર્ટ્ઝ ફ્રિકવન્સી વેચાણ માટે મૂકવામાં આવશે. આ વખતે સ્પેક્ટ્રમની હરાજીમાં અડાણીની ડેટા નેટવર્ક રેસમાં ભાગ લેતાં મામલો ઘણો રસપ્રદ બની ગયો છે. અડાણીની સહિત કુલ 4 કંપનીઓ સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લેવા જઈ રહી છે. જેમાંથી રિલાયન્સ JIO સ્પેક્ટ્રમ માટે 55 થી 60 હજાર કરોડ રૂપિયાની કિંમતની બોલી લગાવવાનું અનુમાન છે

ADVERTISEMENT
વધી રહ્યાં છે JIO ના ગ્રાહક
ટ્રાઈના તાજેતરના આંકડા અનુસાર JIOએ આ વર્ષે મે મહિનામાં 31 લાખ નવા મોબાઈલ ગ્રાહકોને જોડ્યા છે. સાથે સાથે કંપનીના ગ્રાહકોની સંખ્યામાં 40.87 કરોડ સુધી પહોંચી ગઈ છે.જેના કારણે JIO ટેલીકોમ સેક્ટરમાં નંબર વન પર છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.