ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / reason behind winning of Gujarat titans

IPL 2022 / IPLની મેચમાં ગુજરાત ટાઇટન્સનો દબદબો, ટીમની જીત પાછળ એક ખાસ કારણ છે જવાબદાર

Published By: Khyati

Last Updated: 06:28 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઇપીએલ 2022ની મેચમાં કુલ આઠમાંથી સાત મેચમાં ગુજરાત ટાઇટન્સ વિજયી, આઇપીએલમાં રમી રહેલી બધી ટીમમાં સૌથી સારું પ્રદર્શન.

ADVERTISEMENT

  • ગુજરાત ટાઇટન્સનું IPLમાં શાનદાર પ્રદર્શન
  • બોલર્સે ભજવ્યો મહત્વનો રોલ
  • મોહંમદ શામીની દમદાર બોલિંગ

ગુજરાત ટાઇટન્સની ટીમ પહેલી વાર આઇપીએલમાં રમી રહી છે. ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે અને આઠમાંથી સાત મેચ જીતી લીધી છે. પોઇન્ટ ટેબલમાં પણ ગુજરાતની ટીમે ટોચના સ્થાન પર કબજો જમાવી રાખ્યો છે. ગુજરાત ટાઇટન્સની સફળતામાં તેમના બોલર્સે મહત્ત્વનો રોલ નિભાવ્યો છે. તેઓ પાવર પ્લેની છ ઓવરમાં અત્યાર સુધીમાં ૧૯ વિકેટ ઝડપી ચૂક્યા છે. આ આઇપીએલમાં રમી રહેલી બધી જ ૧૦ ટીમમાં સૌથી સારું પ્રદર્શન છે.

આઇપીએલમાં બોલર્સનો મહત્વનો રોલ

ગત બુધવારે સનરાઇઝર્સ સામે રમાયેલી મેચમાં પણ ગુજરાત ટાઇટન્સે પાવર પ્લેની છ ઓવરમાં બે વિકેટ ઝડપી લીધી હતી. કેપ્ટન કેન વિલિયમ્સન મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો અને માત્ર આઠ બોલમાં પાંચ રન બનાવીને મોહંમદ શામીની બોલિંગમાં ક્લીન બોલ્ડ થઈ પેવેલિયનમાં પાછો ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી પણ ૧૦ બોલમાં ૧૬ રન બનાવીને શામીનો શિકાર બન્યો હતો.ગુજરાતના બોલર્સે પોતાની શરૂઆતની સાતમાંથી ચાર મેચમાં પાવર પ્લેની છ ઓવરમાં ત્રણ અથવા તેથી વધુ વિકેટ ઝડપી હતી. ટીમના બોલર્સે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સૌથી સારું પ્રદર્શન કરતા ચાર વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કેકેઆર, રાજસ્થાન અને દિલ્હી સામે ત્રણ-ત્રણ વિકેટ પાવર પ્લેમાં ઝડપી હતી. જ્યારે પંજાબ અને સીએસકે સામે શરૂઆતની છ ઓવરમાં બે-બે વિકેટ ગુજરાતના બોલર્સે ઝડપી હતી. જોકે હૈદરાબાદ સામેની પ્રથમ મેચમાં ગુજરાતના બોલર્સ શરૂઆતની છ ઓવરમાં એક પણ વિકેટ ઝડપી શક્યા નહોતા અને ગુજરાતની ટીમ એ મુકાબલો હારી પણ ગઈ હતી. એ પરાજય અત્યાર સુધીનો ગુજરાત ટાઇટન્સનો એકમાત્ર પરાજય છે.

મોહંમદ શામીનું શાનદાર પ્રદર્શન

મોહંમદ શામીએ વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે અત્યાર સુધી આઠ મેચમાં ૧૧ વિકેટ ઝડપી ચૂક્યો છે અને પાવર પ્લેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે એટલું જ નહીં, શમી ગુજરાતની ટીમ તરફથી પણ સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર છે.

હાર્દિક પંડ્યા શા માટે બોલિંગ નથી કરતો ?

આઇપીએલમાં ટૉપની ટીમ બની ચૂકેલી ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા ફરી એક વાર સોશિયલ મીડિયામાં ફેન્સના નિશાન પર ચડ્યો છે. આ વખતે તે પોતાની ફિટનેસને લઇને ટ્રોલ થવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો પૂછી રહ્યા છે કે હાર્દિકે શા માટે ફરી આઇપીએલમાં બોલિંગ કરવાનું બંધ કરી દીધું છે ? શું કોઈ ફિટનેસ પ્રોબ્લમ સામે આવ્યો છે ? જોકે બોલિંગ ના કરવા મામલે હવે હાર્દિક પંડ્યાએ ખુદ જવાબ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યા છેલ્લી બે મેચોથી બોલિંગ નથી કરી રહ્યો. ગુજરાત ટાઇટન્સના કેપ્ટને કહ્યું કે, ''મારી બોલિંગને મેનેજ કરવાના સિલસિલામાં સમજી વિચારીને નિર્ણય કરવામાં આવ્યો છે. આ એક લાંબી ટૂર્નામેન્ટ છે, જ્યારે પણ ટીમને મારી જરૂર પડશે, ત્યારે હું બોલિંગ કરીશ. હું જલદી ઉત્સાહિત થવા નથી માગતો.''

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Titans IPL આઇપીએલ બોલિંગ હાર્દિક પંડ્યા IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ