બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024 માટે દેશભરમાં મતદાન શરૂ થઈ ગયું છે અને આ બધા વચ્ચે વચ્ચે એક રાજકીય પક્ષ માટે પ્રચાર કરતા બોલિવૂડ કલાકારોના ડીપ ફેક વીડિયો સતત હેડલાઇન્સમાં રહે છે. થોડા દિવસ પહેલા આમિર ખાનનો એક વીડિયો વાયરલ થયા બાદ હાલ રણવીર સિંહનો પ્રચાર કરતો એક વીડિયો પણ વાયરલ થયો હતો. એવામાં હવે અભિનેતા દ્વારા ડીપફેક વીડિયો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
Deepfake se bacho dostonnnn 💀
— Ranveer Singh (@RanveerOfficial) April 19, 2024
ADVERTISEMENT
તાજેતરની ઘટનાઓ વિશે રણવીરના સત્તાવાર પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે અભિનેતાની પોલીસ ફરિયાદના આધારે, વધુ તપાસ માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે. આ વિશે વાત કરતાં એમને કહ્યું કે, 'અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને હેન્ડલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવેલ રણવીરના ડીપફેક વીડિયોને પ્રમોટ કરી રહ્યું હતું.'
વાયરલ થઈ રહેલા વીડિયોમાં રણવીર ભારતીય જનતા પાર્ટી સરકારની ટીકા કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, આ વીડિયો તે સમયનો છે જ્યારે રણવીર તાજેતરમાં મનીષ મલ્હોત્રાના ફેશન શો માટે વારાણસી ગયો હતો. આ દરમિયાન તેની સાથે કૃતિ સેનન પણ હતી.
ADVERTISEMENT
Actor Ranveer Singh files FIR against an AI-generated Deepfake video doing the rounds on social media in which he is purportedly heard voicing his political views.
— ANI (@ANI) April 22, 2024
His spokesperson says, “Yes, we have filed the police complaint and FIR has been lodged against the handle that was… pic.twitter.com/nCT6lsyfCg
ADVERTISEMENT
સાથે જ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સાચા વિડિયોમાં રણબીર સિંહે પીએમ મોદીના વખાણ કર્યા હતા પરંતુ આ ફેક વિડિયોમાં વધતી બેરોજગારી માટે અત્યારની સરકારની આલોચના કરતાં બતાવવામાં આવ્યા હતા.
વધુ વાંચો: પ્રભાસની ફિલ્મમાં અશ્વસ્થામા હશે અમિતાબ બચ્ચન, નવા પોસ્ટર બિગ બીનો જલવો
ADVERTISEMENT
વીડિયો વાયરલ થયા બાદ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમાં છેડછાડ અને એડિટ કરવામાં આવ્યો હતો. રણવીરે પણ આ મુદ્દા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર દરેકને ચેતવણી આપી હતી. તેણે લખ્યું, 'મિત્રો, ડીપફેકથી બચો.' જણાવી દઈએ કે, આ પહેલા આમિરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે લોકોને કોઈ ખાસ પાર્ટીને વોટ ન કરવાની સલાહ આપી રહ્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.