ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / રાજકોટના સમાચાર / rajkot chhote tallabad a 4 and a half year old tabalist
ADVERTISEMENT
કહેવાય છે શોખ અને કલાની કોઈ ઉંમર હોતી નથી. કલાકાર નાનો હોય કે મોટો. તે કલાકાર કહેવાય છે. આ ટેણિયો જે રીતે તબલા પર પોતાની નાની આંગળીઓ ફેરવે છે અને જે રાગ ઉત્પન કરે તે તમામને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. માત્ર સાડા ચાર વર્ષની ઉંમરનો તબલાવાદકે ભલભલાને ડોલાવ્યા છે. આ છોટે ઉસ્તાદનું નામ છે ખુશ રાખસિયા. ખુશને કુદરતે તબલા વગાડવાની એક કલા આપી છે કે તે તમામ ઘેલા કરી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માત્ર દોઢ વર્ષની ઉંમરે ગોઠણ ઉભા રહીને તબલા વગાડતા ખુશની આ અદભૂત કલાને સૌ પ્રથમ તેના દાદાએ ઓળખી હતી. ત્યારપછી માતા હર્ષિદાબેન અને પિતા નિરવભાઈએ ખુશમાં રહેલી કલાને બળ આપ્યું. જેન કારણે ખુશ આજે તબલાનો ઉસ્તાદ બન્યો છે. ખુશ આજે કવ્વાલી, લાઈટ મ્યુઝીક, ભજન, લોકગીત, તેમજ સુગમ સંગીત પર તબલાનો તાલ સારી રીતે મિલાવી શકે છે. એટલું જ નહીં મોરારીબાપુ જેવા દિગ્ગજોની રામકથામાં પણ સંગીતના તાલમાં તાલ આ નાનકડા તબલાવાદકે મિલાવ્યો છે.
ખુશને તલબાની ટ્રેનિંગ આપવાની એક સમયે તેના સંગીત શિક્ષકે ના પાડી દીધી હતી. કારણ હતું ખુશની ઉંમર. શિક્ષકને હતું કે આ નાનકડો ટેણિયો શું કરી શકે. પરંતુ પછીથી ખુશે શિક્ષકની સામે એવુ તબલા વાદન કર્યું કે તેઓ ખુશ થઈ ગયા અને આખરે ટ્રેનિંગ આપવા માટે તૈયાર થયા. હાલ દરરોજ ઘરે આવીને સંગીત શિક્ષણ તાલીમ આપી રહ્યા છે. આ સંગીત શિક્ષકનું માનવું છે કે, ખુશમાં રહેલી ખાસીયત ખરેખર ગોડ ગીફ્ટ જ છે. હાર્મોનિયમ પર કોઈ સંગીત વગાડવામાં આવે તો ખુશ તરત જ તેના પર તબલા પર વગાડી શકે છે. આ પ્રકારનું સંગીત શીખતા ભલભલા કલાકારોને વર્ષો વીતી જાય છે.
ADVERTISEMENT
પાપા પગલી ભરવાની ઉમરમાં જ ખુશ સંગીતની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરી રહ્યો છે. ખુશની કળા જોઈને મોટા મોટા સંગીતકારો પણ દંગ રહી ગયા છે. ખુશ માટે સંગીતના જાણકારો એવુ કહી રહ્યા છે કે ખુશ ભવિષ્યમાં બહુ મોટો કલાકારો થશે. નાનો પણ રાઈનો દાણો ખુશ આગામી સમયમાં રાજકોટનું નામ દેશ જ નહીં વિદેશ પણ નામ રોશન કરશે. તેમાં કોઈ બેમત નથી.
સંકળાયેલા મુદ્દાઓ