બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / rain in gujarat started good news for farmers of banaskantha valsad here are the predictions

મેઘમહેર / દક્ષિણથી લઈ ઉત્તર ગુજરાત સુધી મેઘ પધરામણીથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ, જાણો ક્યાં પડ્યો કેટલો વરસાદ

Published By: Mayur

Last Updated: 09:50 AM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં મેઘાએ તોફાની બેટિંગ કરી તો બનાસકાંઠામાં પણ મેઘ પધરામણી થઈ ગઈ છે. નદીઓમાં નીર આવ્યા છે અને ગુજરાત રાજ્યનાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ 

વલસાડમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે.

જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ થયો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયાં છે. જેથી ગરનાળા બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી ગરનાળું બંધ કરવામાં આવ્યું છે.

બનાસકાંઠામાં મેઘ પધરામણી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આતુરતાનો અંત આવ્યો છે. ડીસા સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ થઈ ગયો હતો. 
વાવણી બાદ વરસાદ ન પડતા ખેડૂતો મુંઝવણમાં હતા પરંતુ હવે વરસાદની શરૂઆત થતા ખેડૂતોને રાહત

અંબાજીમાં મોડી રાત્રે મેઘરાજાએ કરી જમાવટ કરી હતી. અંબાજીના બજારો વરસાદી પાણીથી ઉભરાયા હતા અને રસ્તા પર પાણી-પાણી થઈ ગયા હતા.બનાસકાંઠા જિલ્લામાં મેઘ પધરામણીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

બોટાદમાં પડ્યો વરસાદ 
બોટાદમાં વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. રાણપુરની ભાદર નદીમાં નવા નીરની આવક  થવા લાગી છે તો ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે પાણીની આવક  થતાં અને નદીમાં પાણીની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ છે. ચોમાસાની સારી શરૂઆતથી ધરતીપુત્રોમાં આનંદ આનંદ થઈ ગયો છે. 
 

ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી 

રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rain Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ