બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / rain forecast gujarat medium to high rain predicted for next four days
ADVERTISEMENT
ચાર દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
જ્યમાં 4 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ
તો આ સાથે સુરત, વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદમાં રહેશે સામાન્ય વરસાદ
ADVERTISEMENT
અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરી છે.
ગઈકાલે ક્યાં પડ્યો?
ADVERTISEMENT
વલસાડમાં મેઘાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. વલસાડમાં સરેરાશ 4.48 ઈંચ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે વાપીમાં 2.27 ઈંચ અને ઉમરગામમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કપરાડામાં 1.4 ઈંચ અને ધરમપુરમાં 1.20 ઈંચ વરસાદ થયો છે. વલસાડમાં ભારે વરસાદને કારણે છીપવાડ ગરનાળામાં પાણી ભરાયાં છે. જેથી ગરનાળા બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી ગરનાળું બંધ કરવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ, ભિલોડા તાલુકામાં પણ એક ઇંચ વરસાદ પડ્યો હતો. તો ભિલોડા,શામળાજી સહિતના પંથકમાં પણ વરસાદ શરુ થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.