ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:42 PM, 1 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ઇરાનમાં કમાન્ડરે સગીરા પર કર્યો રેપ
ઇરાનમાં 22 વર્ષની મહસા અમીનીનાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ બાદ વિરોધ પ્રદર્શન હજુ અટક્યા પણ ન હતા કે વધુ એક મામલો સામે આવ્યો છે. શુક્રવારે જેહદાન શહેરમાં 15 વર્ષની બ્લોચ સગીરા સાથે રેપનાં વિરોધમાં પ્રદર્શન થયા. પ્રદર્શનને રોકવા માટે પોલીસ ફાયરિંગ કરી, જેમાં 36 લોકોનાં મોતની ખબર છે.
ADVERTISEMENT
ગુસ્સે ભરાયેલા લોકો સરકારી ઓફિસો અને પોલીસ સ્ટેશનોમાં આગ લગાવી રહ્યા છે. શુક્રવારે નમાજ બાદ બલોચ સમુદાયનાં લોકો રસ્તાઓ પર ઉતર્યા અને તેમણે નારા પણ લગાવ્યા. ત્યાર બાદ પોલીસ ફાયરિંગ શરૂ કર્યું.
પોલીસ કમાન્ડર પર રેપનો આરોપ
ગયા અઠવાડિયે એક પોલીસ કમાન્ડર પર 15 વર્ષની બલોચ સગીરા સાથે બળાત્કારનાં આરોપ લાગ્યા હતા. ઇરાનના પ્રમુખ સુન્ની ધર્મગુરુ મૌલવી અબ્દુલ હમીદે આ સગીરા પર રેપની પુષ્ટિ કરી હતી. ઇરાનના દક્ષિણ - પૂર્વી સીસ્તાન અને બલોચિસ્તાન પ્રાંતમા સુન્ની બલોચ આબાદી છે.
ADVERTISEMENT
આરોપી કમાન્ડરનું નામ કર્નલ ઈબ્રાહિમ ખુચાકઝઈ છે. તે શિયા મુસ્લિમ છે. પીડિત યુવતી સુન્ની છે. શુક્રવારે બલૂચ સમુદાયના નેતાઓએ આ ઘટનાના વિરોધમાં આહ્વાન કર્યું હતું.
પ્રદર્શન દરમિયાન બલોચ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેહદાન શહેરનો મોટો હિસ્સો પ્રદર્શનકારીઓના નિયંત્રણમાં છે. આ દરમિયાન પોલીસ સ્ટેશનો અને વાહનો પર આગ લગાવવામાં આવી હતી.
ADVERTISEMENT
હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડ કમાન્ડરનું મૃત્યુ
ઇરાનના સરકારી ચેનલ અનુસાર, જેહદાનમાં થયેલા સંઘર્ષમા ઘણા લોકોનાં મૃત્યુ થયા છે, જેમાં સુરક્ષાબળોનાં જવાનો પણ છે. અહીં સશસ્ત્ર જૂથે પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. જે બાદ સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી હતી.
આ હુમલામાં સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતના રિવોલ્યુશનરી ગાર્ડ ઈન્ટેલિજન્સ ચીફ માર્યા ગયા હતા. વિરોધ અને હિંસા બાદ સરકારે ઝાહેદાનમાં ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. અન્ય બલૂચ વસ્તીવાળા શહેરોમાં પણ દેખાવો થયા છે. સરકારી કચેરીઓ સળગાવવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો