બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / Politics / Prashant Kishor made a prediction before the Lok Sabha elections

લોકસભા ચૂંટણી / રણનીતિકાર PKએ ભવિષ્ય ભાખ્યું! આ વિસ્તારોમાં BJPની બલ્લે બલ્લેનો દાવો, કોંગ્રેસને હાથ લાગશે હતાશાં

Priyakant

Last Updated: 10:56 AM, 8 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીના દાવાઓને સ્વીકારતા કહ્યું કે, શાસક પક્ષ દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેની બેઠકો અને મત ટકાવારીમાં નોંધપાત્ર વધારો કરશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે ભવિષ્યવાણી કરી છે. વાત જાણે એમ છે કે, પ્રશાંત કિશોરે ભારતીય જનતા પાર્ટીના દાવાઓને સ્વીકારતા કહ્યું કે, શાસક પક્ષ દક્ષિણ અને પૂર્વ ભારતમાં તેની બેઠકો અને મત ટકાવારીમાં નોંધપાત્ર વધારો કરશે. કર્ણાટક સિવાય આ બે પ્રદેશોમાં પાર્ટી ઘણી નબળી છે. ખાસ વાત એ છે કે, NDAએ 400થી વધુ સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે અને BJPએ 370થી વધુ સીટો જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે.

પ્રશાંત કિશોરે ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. તેમણે દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટણીમાં ભાજપ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં નંબર વન પાર્ટી બનવા જઈ રહી છે. તેલંગાણામાં ભાજપ પ્રથમ અથવા બીજા સ્થાને રહી શકે છે. તમિલનાડુમાં BJPનો વોટ શેર બે આંકડામાં પહોંચી શકે છે. લોકસભાની કુલ 543 બેઠકોમાંથી તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર અને કેરળમાં દરેક 204 બેઠકો છે. ભાજપ 2014 કે 2019માં આ તમામ રાજ્યોમાં મળીને 50 સીટોનો આંકડો પણ પાર કરી શકી નથી.

શું કહ્યું પ્રશાંત કિશોરે ? 
રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું કે, વિપક્ષની સુસ્ત અને નબળી રણનીતિના કારણે ભાજપને દક્ષિણ અને પૂર્વ ભારતમાં ફાયદો થતો જોવા મળી રહ્યો છે. આ બે વિસ્તારોમાં 2019ની સરખામણીમાં પાર્ટીનો વોટ શેર અને સીટો વધી શકે છે. આ બે ક્ષેત્ર એવા છે જ્યાં પાર્ટીની પકડ નબળી છે. પ્રશાંતે સૂચવ્યું છે કે, જો કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં ધાર્યા મુજબના પરિણામો ન મેળવે તો રાહુલ ગાંધીએ પીછેહઠ કરવાનું વિચારવું જોઈએ. કોંગ્રેસને જીત અપાવવા માટે રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. આ હોવા છતાં તેમણે ન તો પોતાની જાતને રાજનીતિથી દૂર કરી અને ન તો અન્ય કોઈને પાર્ટીનો ચહેરો બનવા દીધો. મારા મતે આ લોકશાહી નથી.

વધુ વાંચો: લોકસભા ચૂંટણીના એવા 4 'અટલ' કિસ્સા, જ્યારે વિપક્ષ ઉમેદવાર પણ ઉતારી ન શક્યું, કારણો રસપ્રદ

આ સાથે પ્રશાંતે કહ્યું કે,  જ્યારે તમે (રાહુલ ગાંધી) છેલ્લા 10 વર્ષથી એક જ કામ કરી રહ્યા છો અને તેમાં કોઈ સફળતા નથી મળી રહી તો બ્રેક લેવામાં કોઈ નુકસાન નથી. તમારે પાંચ વર્ષ બીજા કોઈને કરવા દેવા જોઈએ. તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધીએ શું કર્યું? 1991માં તેમણે રાજનીતિથી દૂરી લીધી હતી. કોંગ્રેસની કમાન પીવી નરસિમ્હા રાવને આપવામાં આવી હતી. તેનું પરિણામ તમે બધા જાણો છો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ