બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / બિઝનેસ / Pink color stock market! Investors earned Rs 4.24 lakh crore sharp rally in stock

બિઝનેસ / શેર બજારમાં ગુલાબી રોનક! રોકાણકારો 4.24 લાખ કરોડ કમાયા, આ શેરમાં જોરદાર તેજી

Ajit Jadeja

Last Updated: 04:38 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 398.25 લાખ કરોડ, રોકાણકારોની સંપત્તિમાં વધારો

સપ્તાહના પહેલા કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 22300 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 73648 પર બંધ થયા. એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફાર્મા, ઓટો, આઈટી, બેન્કિંગ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા અને 3 ઘટ્યા છે.સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. 

નિફ્ટી 190 પોઈન્ટના ઉછાળા સાથે 22,336 પોઇન્ટ

ભારતીય શેરબજાર માટે આ સપ્તાહની શરૂઆત ઘણી સારી રહી છે. કંપનીઓના ઉત્તમ ત્રિમાસિક પરિણામો, ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં રોકાણકારોની ભારે ખરીદી જોવા મળી હતી. FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ખરીદીને કારણે બજારમાં આ વધારો જોવા મળ્યો છે. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 49,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 560 પોઈન્ટના ઉછાળા સાથે 73,648 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 190 પોઈન્ટના ઉછાળા સાથે 22,336 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટ કેપમાં રૂ. 4.24 લાખ કરોડનો ઉછાળો

ભારતીય શેરબજારમાં રોકાણકારો દ્વારા ખરીદીના વળતરને કારણે બજારમાં મજબૂત વૃદ્ધિને કારણે માર્કેટ મૂડીમાં વધારો થયો છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 398.25 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 393.47 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં રૂ. 4.78 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો.

માર્કેટમાં સેક્ટરલ તેજી

બજારમાં સૌથી વધુ ઉછાળો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં જોવા મળ્યો છે, જેના કારણે નિફ્ટીના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 2.40 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સિવાય એફએમસીજી, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ફાર્મા, ઓટો, આઈટી, બેન્કિંગ સેક્ટરના શેર પણ તેજી સાથે બંધ થયા છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદીને કારણે બંને ઈન્ડેક્સ મજબૂત ઉછાળા સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 44 શેરો ઉછાળા સાથે અને માત્ર 6 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા અને 3 ઘટ્યા છે.

વધુ વાંચો: 8 રૂપિયાનો શેર પહોંચ્યો 800 પર, રોકાણકારો બન્યા કરોડપતિ, તમારી પાસે છે આ કંપનીનો સ્ટોક

વધતો અને ઘટતો સ્ટોક

લાર્સનનો શેર 2.70 ટકા, એક્સિસ બેન્ક 2.45 ટકા, બજાજ ફાઇનાન્સ 2.32 ટકા, SBI 2.12 ટકા, વિપ્રો 2.02 ટકા, ઇન્ફોસિસ 1.62 ટકા, HCL ટેક 1.56 ટકાના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે NTPC 1.82 ટકા, JSW સ્ટીલ 1.08 ટકા, HDFC બેન્ક 1.04 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ