બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 15 September 2021
ADVERTISEMENT
દેશભરમાં પેટ્રોલના ભાવ 75 રુપિયા અને 68 રુપિયા પ્રતિ લિટર સુધી આવી શકે
હકિકતમાં સરકાર પેટ્રોલ, ડીઝલના જીએસટીના દાયરામાં લાવવાનો વિચાર કરી રહી છે. જો એવું થયું કે દેશભરમાં પેટ્રોલના ભાવ 75 રુપિયા અને 68 રુપિયા પ્રતિ લિટર સુધી આવી શકે છે.
ADVERTISEMENT
સરકાર પેટ્રોલ, ડીઝલના જીએસટીના દાયરામાં લાવવાનો વિચાર કરી રહી છે
જીએસટી પર મંત્રીઓની એક પેનલ એક દેશ અને એક દર હેઠળ પેટ્રોલિયમ ઉત્પાદો પર ટેક્સ લગાવવા પર વિચાર કરશે. મામલાથી જોડાયેલા લોકોના જણાવ્યાનુસાર ગ્રાહકો માટે ઈંધણની કિંમત અને સરકારી રાજસ્વમાં સંભવિત મોટા ફેરફાર માટે આ મહત્વના પગલા હોઈ શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતા વાળા પેનલ શુક્રવારે લખનૌમાં થનારી 45મી જીએસટી પરિષદની બેઠકમાં પ્રસ્તાવ પર વિચાર કરશે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે કેરળમાં હાઈકોર્ટ તરફથી પેટ્રોલ તથા ડીઝલની જીએસટીના દાયરામાં લાવવાના નિર્દેશ બાદ જીએસટી કાઉન્સિલ સમક્ષ આ મામલો 17 સપ્ટેમ્બરે લાવવામાં આવશે. નામ ન લેવાની શરત પર એક અધિકારીએ જણાવ્યું કે રાજસ્વને જોતા જીએસટી પરિષદના ઉચ્ચ અધિકારી પેટ્રોલિયમ પદાર્થો પર એક સમાન જીએસટી લગાવવા તૈયાર નથી.
ADVERTISEMENT
સસ્તા થઈ જશે પેટ્રોલ- ડીઝલ
આ વર્ષે માર્ચમાં એસબીઆઈની ઈકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટે પોતાની રિપોર્ટમાં કહ્યું હતુ કે જો પેટ્રોલિયમ ઉત્પાદોને જીએસટીના દાયરામાં લાવવામાં આવેશે તો કેન્દ્ર અને રાજ્યોના રાજસ્વમાં જીડીપીમાં માત્ર 0.4 ટકાથી બરાબરનો ઘટાડો આવ્યો છે. ત્યારે જીએસટીના દાયરામાં પેટ્રોલિયમ ઉત્પાદોને લઈને બાદમાં દેશમાં પેટ્રોલના ભાવ 75 રુપિયા અને ડીઝલના ભાવ 68 રુપિયા પ્રતિ લીટર સુધી આવી શકે છે.
ADVERTISEMENT
કોરોનાની દવાઓ પર છૂટછાટની શક્યતા
જીએસટી પરિષદની 45મી બેઠકમાં કોરોનાથી શક્ય સામાન સસ્તા સામાનની સમીક્ષા થઈ શકે છે. જીએસટી પરિષદની આની પહેલા બેઠક 12 જૂનના વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત જીએસટી કાઉન્સિલ નવીનીકરણ પર 12 ટકા અને લોખંડ, તાંબા ઉપરાંત અન્ય ધાતુ અવસ્કો પર 18 ટકા જીએસટી લગાવવા પર વિચાર કરી શકે છે.
ADVERTISEMENT

સરકારનો પેટ્રોલિયમ પેદાશો પરનું ટેક્સ કલેક્શન ચાલૂ નાણા વર્ષ પહેલા 4 મહિનાઓમાં 48 ટકા વધ્યો છે. એપ્રિલ - જુલાઈ 2021 દરમિયાન ઉત્પાદન કલેક્શન 1 લાખ રુપિયાથી વધારે થઈ ગયો. જે ગત નાણા વર્ષની સમાન અવધિમાં 67, 895 કરોડ રુપિયા હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.