ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / petrol peice has been decreased 40 rupees in shrilanka

રાહત / પેટ્રોલના ભાવમાં એક ઝાટકે રૂ.40નો ઘટાડો, ભારતના પાડોશી દેશે લોકોને આપી રાહત

Published By: Jaydeep Shah

Last Updated: 08:27 AM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાની સરકારે પેટ્રોલના ભાવમાં 40 રૂપિયા ઘટાડો કર્યો છે, જેથી હવે પેટ્રોલનો ભાવ 410 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

ADVERTISEMENT

  • શ્રીલંકાની સરકારે કર્યો પેટ્રોલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો 
  • હવે 410 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 
  • ડિઝલના ભાવમાં કોઈ જ ફેરફાર નહીં 

આર્થિક સંકટનો સામનો કરી રહેલ શ્રીલંકાની સરકારે સામાન્ય નાગરિકો માટે મોટી રાહતની જાહેરાત કરી  છે. સરકારે પેટ્રોલની કિંમતમાં 40 રૂપિયા પ્રતિ લિટરનો  ઘટાડો કર્યો છે. ઉર્જા મંત્રી કંચન વિજેશેખરે પેટ્રોલની કિંમતમાં ઘટાડાનું એલાન કરતાં કહ્યું કે પેટ્રોલની કિંમત હવે 410 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર હશે. ઘટાડા પહેલા 450 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત હતી. 

ડીઝલ હવે પેટ્રોલ કરતાં મોંઘું 
સરકારનાં આ પગલાંથી દેશમા પહેલી વખત ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું થઈ ગયું છે. શ્રીલંકામાં ડીઝલની કિંમત હવે 430 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર છે. સાર્વજનિક પરિવહન માટે ડીઝલનો વ્યાપક રૂપથી ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એકથી બીજા વિસ્તારમાં વેપારીઓ માટે સામાન લઈ જવા માટે જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પણ ડીઝલની ખોટ વર્તાય છે. 

કોને મળશે રાહત અને કોને લાગશે ઝટકો ?
પેટ્રોલની કિંમતમા ઘટાડાથી સામાન્ય નાગરિકોને સીધી રાહત મળશે પણ વેપારીઓ માટે મુશ્કેલી વધશે. આવા લોકો માટે ડીઝલની કિંમતમા ઘટાડો ન થવો એ એક ઝટકો જ છે. સરકારના આ નિર્ણય બાદ લાંક ઇંડિયન ઓઇલ કોર્પોરેશને પણ કહ્યું કે તે સરકારી મૂલ્ય સ્તરને અનુરૂપ પેટ્રોલની કિંમતોમા ઘટાડો કરશે. 

જણાવી દઈએ કે સૌથી શ્રીલંકા ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને મોંઘવારીનાં ઐતિહાસિક સ્તર પર છે. સપ્ટેમ્બરમાં ફુગાવો વધીને 69.8% થયો હતો જે ઓગસ્ટમાં 64.3% નોંધાયો હતો. ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સ્થિતિમાં મોંઘવારી પર રાહતની આશા રાખવામાં આવી શકે છે. જો કે શ્રીલંકાની સરકારે માત્ર પેટ્રોલની કિંમતમાં રાહત આપી છે.

સંકળાયેલા મુદ્દાઓ

petrol diesel

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ