બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Politics / 'People who voted for BJP...', Randeep Surjewala's statement caused an uproar

વિવાદિત નિવેદન / 'ભાજપને વોટ આપનારા લોકો...', રણદીપ સુરજેવાલાના નિવેદનથી હોબાળો

Priyakant

Last Updated: 04:03 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Randeep Surjewala Statement: ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, આ માનસિક સ્થિતિને કારણે પાર્ટી અને તેના નેતાઓએ પોતાનો જન આધાર ગુમાવ્યો

  • કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાનું વિવાદિત નિવેદન 
  • ભાજપના સમર્થકો અને મતદારોની રાક્ષસી વૃત્તિ: રણદીપ સુરજેવાલા 
  • આ માનસિક સ્થિતિને કારણે પાર્ટીએ પોતાનો જન આધાર ગુમાવ્યો: અમિત માલવિયા

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રણદીપ સુરજેવાલાએ ભાજપના સમર્થકો અને મતદારોને રાક્ષસી વૃત્તિ હોવાનું જણાવ્યું હતું. વાત જાણે એમ છે કે, સુરજેવાલા હરિયાણાના કૈથલ પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું કે, જે લોકો ભાજપ અને તેમના સમર્થકોને મત આપે છે તેઓ રાક્ષસી સ્વભાવના હોય છે. હું તેમને મહાભારતની ભૂમિ પરથી શ્રાપ આપું છું. સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી નારાજ થઈ ગઈ છે. સુરજેવાલાના નિવેદનનો ઉલ્લેખ કરતા ભાજપના નેતા અમિત માલવિયાએ કહ્યું કે, આ માનસિક સ્થિતિને કારણે પાર્ટી અને તેના નેતાઓએ પોતાનો જન આધાર ગુમાવ્યો છે. 

સુરજેવાલા હરિયાણામાં આપ્યું વિવાદિત નિવેદન 
સુરજેવાલા હરિયાણાના કૈથલમાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે બેરોજગારીના મુદ્દે ખટ્ટર સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે, યુવાનો ન્યાય માંગવા માટે ગરમીમાં ચાલતા ડરતા નથી, પણ તેઓ આ સરકારના અતિરેકથી ડરે છે. તેમણે કહ્યું કે, આ સરકાર તેમના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. આ જ કારણ છે કે અમે આ યુવાનો માટે ન્યાયની માંગ કરવા માટે 17 કિલોમીટર ચાલીને ગયા. તમે તેમની પાસેથી પરીક્ષામાં બેસવાની તક પણ છીનવી રહ્યા છો. તેમણે કહ્યું કે, ભાજપ અને જેજેપી રાક્ષસોની પાર્ટીઓ છે. જેઓ ભાજપને મત આપે છે અને સમર્થન આપે છે તેઓ પણ રાક્ષસી સ્વભાવના હોય છે. તેમણે કહ્યું કે, આજે મહાભારતની આ ભૂમિ પર હું તેમને (ભાજપ-જેજેપી)ને શ્રાપ આપું છું.

સીએમ મનોહર લાલ ખટ્ટરે કર્યો વળતો પ્રહાર
સુરજેવાલાના નિવેદન પર સીએમ મનોહર લાલ ખટ્ટરે વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, માત્ર રાક્ષસ પરિવારમાં જન્મેલ વ્યક્તિ જ આવી ભાષા બોલી શકે છે, તે અસંસદીય ભાષા છે, અમે ચોક્કસપણે તેની નોંધ લઈશું. રણદીપ સુરજેવાલાના આ નિવેદન પર બીજેપી ભડકી ગઈ. ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. 

BJPના આઈટી હેડ અમિત માલવિયાએએ શું કહ્યું ? 
ભાજપના આઈટી હેડ અમિત માલવિયાએ ટ્વીટ કર્યું કે, રાહુલ ગાંધીના ખાસ સુરજેવાલા ભાજપને વોટ આપનારાઓને રાક્ષસ કહી રહ્યા છે. તેઓ પણ શાપ આપે છે! કોંગ્રેસ તેના હાઈકમાન્ડ અને દરબારીઓની આ માનસિક સ્થિતિને કારણે પાર્ટી અને તેના નેતાઓએ તેમનો જન આધાર ગુમાવ્યો છે. પરંતુ હવે તેઓને જનતા દરબારમાં વધુ અપમાનિત થવું પડશે. પરંતુ હવે તેઓને જનતા દરબારમાં વધુ અપમાનિત થવું પડશે.

શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે શું કહ્યું ? 
મધ્યપ્રદેશની શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે, લોકશાહીમાં લોકો ભગવાન હોય છે, પરંતુ કોંગ્રેસના લોકો તેમને રાક્ષસ કહી રહ્યા છે. આ 10 જનપથના દરવાજે નાક ઘસતા લોકોની માનસિકતા દર્શાવે છે. સુરજેવાલા પોતે ચૂંટણી ખરાબ રીતે હારી ગયા છે, શું તેઓ ભગવાન બની ગયા છે જે શાપ આપી રહ્યા છે. હવે ચૂંટણીમાં જનતા તમને કોસશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ