બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / parimal garden redeveloped modern garden inauguration by CM tomorrow
ADVERTISEMENT
અમદાવાદીઓ જેની છેલ્લા કેટલાંય સમયથી રાહ જોઇ રહ્યાં હતા તે પરિમલ ગાર્ડન આખરે શહેરીજનો માટે તૈયાર થઇ ચૂક્યો છે. રિસોર્ટને પણ ટક્કર મારે તેવો પરિમલ ગાર્ડન અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેનું આવતીકાલે ખુદ CM ઓપનિંગ કરશે. ત્યારે અહીં જોઇશું કે અંદરથી કેવો છે આ પરિમલ ગાર્ડનનો નજારો.
ADVERTISEMENT
60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું 12 કરોડના ખર્ચે રિનોવેશન
AMC દ્વારા રિસોર્ટને પણ ટક્કર મારે તેવો આ અત્યાધુનિક પરિમલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. રિ-ડેવલપમેન્ટ બાદ પરિમલ ગાર્ડનની કાયા પલટ થઇ ગઇ છે અને હવે અમદાવાદીઓને આ ગાર્ડન માં રિસોર્ટ જેવી જ મજા મળશે. સાથે આ પહેલું એવું ગાર્ડન હશે કે જેમાં ડોગ સાથે પણ પ્રવેશ મળશે. 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું રૂ. 12 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલ પરિમલ ગાર્ડન એ લોકોમાં ખૂબ જ જાણીતો છે. ત્યારે હવે ગાર્ડનની અત્યાધુનિક સુવિધાઓ નાગરિકો માણી શકશે.
ADVERTISEMENT

પેટ ડોગને લઇ જવા માટે પણ સ્પેસિફિલ જગ્યાની ફાળવણી
ADVERTISEMENT
વધુમાં જણાવીએ કે, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ 60 વર્ષ જૂના પરિમલ ગાર્ડનનું રૂપિયા 12 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. 35 હજાર ચોમી વિસ્તારમાં ફેલાયેલા આ ગાર્ડનમાં એમ્ફિ થિયેટર, બેરિકેટેડ સ્પોર્ટસ ઝોન, આધુનિક જિમ્નેશિયિમ, યોગા પેવેલિયન, સિનિયર સિટીઝન માટેની અલગ વ્યવસ્થા અને પેટ ડોગને લઇ જવા માટે પણ સ્પેસિફિલ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ મનપા દ્વારા પીપીપી ધોરણે પરિમલ ગાર્ડન તૈયાર કરાયું છે. 50 વર્ષ જૂના આ પરિમલ ગાર્ડની કાયા પલટ કરી દેવાઇ છે. આથી, હવે શહેરના અન્ય ગાર્ડનો કરતાં પરિમલ ગાર્ડનની સુંદરતા કંઇક અલગ જ હશે.

ADVERTISEMENT
જાણો હાઇટેક ગાર્ડનના અન્ય આકર્ષણો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.