બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan won by 10 wickets Reasons for India defeat INDvPAK T20WC

T20 વર્લ્ડકપ / આ 5 કારણોને લીધે 29 વર્ષમાં પ્રથમ વખત વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત હાર્યુ

Hiren

Last Updated: 12:01 AM, 25 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 વર્લ્ડકપના સુપર-12 રાઉન્ડ મુકાબલામાં પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ત્યારે જાણો શું છે ભારતની હારના 5 કારણો...

  • ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની 10 વિકેટથી જીત થઇ
  • ભારતની પ્રથમ મુકાબલામાં શરમજનક હાર
  • ભારતની હાર પાછળના મુખ્ય 5 કારણો દર્શાવાય રહ્યા છે

29 વર્ષમાં એવું પહેલીવાર બન્યું કે જ્યારે પાકિસ્તાને કોઈ વર્લ્ડકપ મુકાબલામાં ભારતીય ટીમને હરાવી હોય. કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ શાનદાર ઇનિંગ રમી, જેના કારણે પાકિસ્તાને ભારતને શરમજનક હાર આપી. જોકે આ મેચ હારવાના મુખ્ય 5 કારણો જણાઇ રહ્યા છે.

ઓપનર શાહીનનો શિકાર

હારનું સૌથી મોટું કારણ ભારત વિરૂદ્ધ પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન અફરીદીએ જબરદસ્ત બોલિંગ કરી. શાહીન અફરીદીએ ભારતના ટૉપ 3 બેટ્સમેનની વિકેટ ઝડપી. અફરીદીએ પાવરપ્લેમાં કે.એલ. રાહુલ અને રોહિત શર્માને આઉટ કર્યા, ત્યારે પોતાના બીજા સ્પેલમાં તેઓ વિરાટ કોહલીની વિકેટ લઇ ગયા. જેને લઇને શાહીન અફરીદીને મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યા છે.

ફિનિશ ન કરી શક્યો હાર્દિક

હારનું બીજું કારણ એ પણ છે કે, વિરાટ કોહલી સાથે મેદાનમાં ઉતરેલો હાર્દિક પંડ્યા ફિનિશ ન કરી શક્યો. મોટો શૉટ રમવાના પ્રયત્નમાં હાર્દિકે કેચ આપી દીધો. હારિસ રઊફના ત્રીજો બોલ વધુ ઉછળ્યો હતો અને હાર્દિક આને સારી રીતે ન રમી શક્યો. બોલ એક્સ્ટ્રા કવર્સ તરફ હવામાં ઉંચો ઉઠી ગયો અને સરળ કેચ આઉટ થઇ ગયા.

છઠ્ઠા બોલરની ખોટ પડી

હારનું ત્રીજુ કારણ એ છે કે, ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, વરૂણ ચક્રવર્તી આ પાંચ બોલર હતા. જોક હાર્દિક પંડ્યાની મોટી ખોટ પડી. હાર્દિક પંડ્યાની બોલિંગ ન કરવી એ એક ટીમ માટે ચિંતાનો વિષય હતો કારણ કે પોતાની પીઠની ઇજાથી તેઓ પરેશાન છે. આશા હતી કે તેઓ જલ્દી ઠીક થઇને આ વર્લ્ડકપમાં બોલિંગ કરતા દેખાશે. આ વાત પાકિસ્તાન વિરૂદ્ધ મેચ પહેલા તેમણે કરી હતી, પરંતુ બેટિંગ કરતા તેઓ પોતાના જમણા ખભા પર ઇજાગ્રસ્ત થઇ ગયા. બેટિંગ કરતા બોલ તેમના ખભે વાગ્યો. જેને લઇને તેઓ બેટિંગ કરવામાં પણ નિષ્ફળ રહ્યા. BCCIએ જણાવ્યું કે, બેટિંગ કરતા હાર્દિક પંડ્યાને બોલ વાગ્યો, હવે તેમને સ્કૈન માટે લઇ જવામાં આવ્યા છે. 

પાવરપ્લેમાં વિકેટ ન મળી

પાકિસ્તાને આ રનચેજની સારી શરૂઆત કરી હતી અને વગર કોઈ વિકેટ ગુમાવ્યો જીત તરફ આગળ વધી રહ્યા હતા. ભારતને વિકેટની શોધ હતી, પરંતુ પાવરપ્લેમાં પણ કોઇ વિકેટ મળી નહીં. આ ભારતની હારનું પાંચમું કારણ છે.

પાકિસ્તાની ઓપર્નસની સદી પાર્ટનરશીપ

પાકિસ્તાનની ઓપનર જોડી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર બેટિંગ કરી અને ટીમને જીત અપાવ્યા બાદ રાહતનો શ્વાસ લીધો. રિઝવાન 55 બોલ પર 79 રન અને બાબર 52 બોલ પર 68 રન બનાવીને અણનમ રહ્યા. પાર્ટનરશીપ બન્નેએ કુલ 147 રન ફકાર્યા છે. ત્યારે પાકિસ્તાનની ઓપનર્સની આ સદી પાર્ટનરશીપ પણ ભારતની હારનું અંતિમ અને પાંચમું કારણ બની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ