ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉનના દેશમાં કોરોના વાયરસે દસ્તક દીધી છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાતા જ કિમ જોંગ ઉને કડકમાં કડક પગલા લઇને રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરી દીધું છે. કિમે આ ઘટનાને પગલે નેશનલ ઇમરજન્સી ગણાવી છે. ઉત્તર કોરિયાના તાનાશાહે અધિકારીઓને કોરોના ચેપના ફેલાવાતો રોકવા કોવિડ ગાઇડલાઇન મહત્તમ સ્તર સુધી વધારવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે આ અગાઉ ઉત્તર કોરિયાએ ક્યારેય જણાવ્યુ નથી કે ત્યાં કોરોનાના કેસ નોંધાયા હોય. મળતી માહિતી મુજબ કોરોનાના નવા કેસ ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટનો હોવાનુ જણાવ્યું છે.

ADVERTISEMENT
ઉત્તર કોરિયામાં એક કોરોના પોઝિટીવ આવતા લૉક ડાઉન
કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે ગુરુવારે રાજધાની પ્યોંગયાંગમાં કેટલાક લોકોનો કોવિડ ટેસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. હાલ આ દર્દીને આઇસોલેટ કરવામાં આવ્યો છે.અને દેશમાં અનિશ્ચિત સમય માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે કોરોના રોગચાળો શરૂ થયાના બે વર્ષ બાદ પ્યોંગયાંગમાં પ્રથમ કોરોના સંક્રમિત જોવા મળ્યો છે. જે બાદ કોરોનાને લઈને કડક નિયમો જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
North Korea's Kim Jong Un orders nationwide Covid lockdowns: AFP
— ANI (@ANI) May 12, 2022
ADVERTISEMENT
કોરોના મહામારી સમયે ઉત્તર કોરિયામાં હતા શૂન્ય કેસ
મહત્વનું છે કે મહામારીની શરુઆતમાં જ્યારે વિશ્વના તમામ દેશો કોરોના સામે લડી રહ્યા હતા ત્યારે ઉત્તર કોરિયાએ અહીં કોવિડ કેસ શૂન્ય હોવાનો ચોંકાવનારો દાવો કર્યો હતો.. ઉત્તર કોરિયાએ કોરોનાના ફેલાવાને રોકવા માટે કડક નિયમો લાદી દીધા હતા. ત્યારબાદ ત્યાંથી ખાદ્ય પદાર્થોની અછતના સમાચાર સામે આવ્યા હતા.. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2020 માં ઉત્તર કોરિયાએ લગભગ બે વર્ષ માટે ચીન સાથેની તેની સરહદ સાથેની તમામ સરહદો બંધ કરી દીધી હતી.
ADVERTISEMENT
North Korea confirms its first-ever case of Covid and declares a "severe national emergency", with Kim Jong Un vowing to "eliminate" the virus, reports AFP
— ANI (@ANI) May 12, 2022
ADVERTISEMENT
આ મહિનામાં 25,986 લોકોનો કોરોના ટેસ્ટ કરાવ્યાનો દાવો
ઉત્તર કોરિયાએ ગયા વર્ષે એપ્રિલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને કહ્યું હતું કે તેણે આ જ મહિનામાં 25,986 લોકોનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. આમાં ચેપનો એક પણ કેસ જોવા મળ્યો નથી. જો કે ઉત્તર કોરિયાના આ દાવાઓ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કડક સેન્સરશિપના કારણે ઉત્તર કોરિયા પાસેથી સચોટ માહિતી મેળવવી અશક્ય છે.
સંકળાયેલા મુદ્દાઓ