બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Politics / None of the 4 lakh voters in 6 districts of Nagaland cast their votes

લોકસભા ચૂંટણી 2024 / નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ મતદારોમાંથી કોઈએ ન કર્યું વોટિંગ, કારણ ચોંકાવનારું

Priyakant

Last Updated: 01:02 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : 4 લાખ મતદારોમાંથી નવ કલાકમાં કોઈ મતદાન કરવા ન આવ્યું તો 20 ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ ન કર્યો

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ પ્રથમ તબક્કાનું મતદાન ગઇકાલે પૂર્ણ થયું. જોકે આ પ્રથમ તબક્કાના મતદાનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે નાગાલેન્ડના છ પૂર્વ જિલ્લાઓમાં બૂથ પર મતદાન કર્મચારીઓએ નવ કલાક રાહ જોઈ પરંતુ આ વિસ્તારના 4 લાખ મતદારોમાંથી એક પણ મત આપવા આવ્યા ન હતા. ફ્રન્ટિયર નાગાલેન્ડ ટેરિટરીની માંગ માટે દબાણ બનાવવા માટે બંધનું એલાન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ શુક્રવારે જણાવ્યું હતું કે,  રાજ્ય સરકારને પૂર્વીય નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશનની FNT માટેની માંગ સાથે કોઈ સમસ્યા નથી કારણ કે તેણે પહેલેથી જ આ પ્રદેશ માટે સ્વાયત્ત સત્તાઓની ભલામણ કરી છે. ENPO એ પૂર્વ વિસ્તારની સાત આદિવાસી સંસ્થાઓની સર્વોચ્ચ સંસ્થા છે.

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર અને અન્ય ઈમરજન્સી સેવાઓ સિવાય પૂર્વી નાગાલેન્ડના રસ્તાઓ પર લોકો કે વાહનોની અવરજવર નથી. નાગાલેન્ડના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એવા લોરિંગે જણાવ્યું હતું કે, મતદાન કર્મચારીઓ સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી પ્રદેશના 738 મતદાન મથકો પર હાજર હતા જેમાં 20 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. સીઈઓ ઓફિસના સૂત્રોએ જણાવ્યું કે, તે નવ કલાકમાં કોઈ મતદાન કરવા આવ્યું ન હતું. આ ઉપરાંત 20 ધારાસભ્યોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ન હતો.

પૂર્વ નાગાલેન્ડના 6 જિલ્લાઓમાં છે 4,00,632 મતદારો 
નાગાલેન્ડના 13.25 લાખ મતદારોમાંથી પૂર્વ નાગાલેન્ડના છ જિલ્લાઓમાં 4,00,632 મતદારો છે. રાજ્યની રાજધાનીથી લગભગ 41 કિમી દૂર તેમના ગામ તૌફેમામાં પોતાનો મત આપ્યા પછી મુખ્ય પ્રધાને કહ્યું કે તેમણે FNT માટેના કાર્યકારી કાગળનો ડ્રાફ્ટ સ્વીકાર્યો છે જે તેમને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં સોંપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ચૂંટાયેલા ધારાસભ્યો અને સૂચિત FNTના સભ્યો સાથે સત્તામાં તેમનો હિસ્સો સિવાય બધું જ સારું લાગે છે. 

વધુ વાંચો : યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઈરાનને ભારત પાસેથી આશા! ઈરાની રાજદૂતે કહી આ મોટી વાત

આવો જાણીએ શું છે ENPOની માંગ ? 
પૂર્વીય નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન એટલે કે ENPO એ છ જિલ્લાના અલગ રાજ્યની માંગ કરી રહી છે. તેમનો એવો પણ આરોપ છે કે, સરકારોએ આ વિસ્તારમાં સામાજિક અને આર્થિક વિકાસ કર્યો નથી. જોકે મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે પહેલેથી જ એક સ્વાયત્ત સંસ્થાની ભલામણ કરી છે જેથી કરીને આ પ્રદેશને બાકીના રાજ્યની સમકક્ષ પર્યાપ્ત આર્થિક પેકેજ મળી શકે. આ તરફ મતદાન ન કરવા બદલ પૂર્વ નાગાલેન્ડના 20 ધારાસભ્યો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેનો જવાબ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સંઘર્ષ નથી ઈચ્છતા. ચાલો જોઈએ શું થશે. નાગાલેન્ડમાં લોકસભાની ચૂંટણીની શરૂઆતના થોડા કલાકો પહેલાં ENPO એ ગુરુવારે સાંજે 6 વાગ્યાથી રાજ્યના પૂર્વ ભાગમાં અનિશ્ચિત મુદતની સંપૂર્ણ હડતાળનું આહ્વાન કર્યું હતું. તેમજ ચેતવણી આપી હતી કે, જો કોઈ મતદાન કરવા જાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉભી થાય તો તેના માટે સંબંધિત મતદાર જવાબદાર રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ