બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / nitish bhardwaj logded fir against wife demands security for his daughters
ADVERTISEMENT
ટીવી સીરિયલ મહાભારતમાં શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવનાર ફેમસ એક્ટર નીતિશ ભારદ્વાજે પોતાની એક્સ વાઈફ મધ્ય પ્રદેશ કેડની આઈએએસ સ્મિતા ભારદ્વાજ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં નીતિશ ભારદ્વાજે જણાવ્યું કે સ્મિતા ભારદ્વાજ તેમને લાંબા સમયથી માનસિક ત્રાસ આપે છે.
ADVERTISEMENT
નીતિશે નોંધાવી ફરિયાદ
જાણકારી અનુસાર નીતિશ ભરદ્વાજે ભોપાલ પોલીસના કમિશ્નર હપિનારાયણાચારી મિશ્રને મેલ કરીને તેમની પાસે મદદ માંગી છે. એક્ટરનું કહેવું છે કે તેમની એક્સ વાઈફ તેમને માનસિક રીતે પરેશાન કરવાની સાથે સાથે તેમની જુડવા દિકરીઓને મળવા નથી દેતી. નીતિશ ભારદ્વાજની ફરિયાદ પર ભોપાલ પોલીસના કમિશ્નરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી એડીશનલ ડીસીપી શાલિની દીક્ષિતને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: શું તમે જાણો છો, ફિલ્મ 'આર્ટિકલ 370'માં આખરે કેટલું સત્ય છે, કેટલું અસત્ય? યામીનો ખુલાસો
ADVERTISEMENT
કમિશ્નરે શું કહ્યું?
ભોપાલ પોલીસના કમિશ્નર હરિનારાયણાચારી મિશ્રએ એ વાતની પુષ્ટિ પણ કરી છે. તેમણે તેને લઈને નિવેદન આપતા કહ્યું, "અમને નીતિશ ભારદ્વાજ સાથેથી ફરિયાદ મળી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તથ્યોના જાણકારીનો પ્રયત્ન કરી રહ્યા છીએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.