બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Nitin Patel's big statement after BJP's glorious victory

ગાંધીનગર / ભાજપની ભવ્ય જીત બાદ નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું મારા 40 વર્ષના રાજકીય ઈતિહાસમાં...

Shyam

Last Updated: 08:10 PM, 2 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન પટેલે કહ્યું કે, હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. પરંતુ જનતાએ જે જંગી બહુમતીથી ભાજપને વિજય અપાવ્યો છે. તેવો વિજય મેં ક્યારેય અગાઉની ચૂંટણીમાં જોયો નથી

  • ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત
  • નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પત્રકારો સાથે વાતચીત
  • "મેં આ પ્રકારની જીત ઈતિહાસમાં ક્યારેય જોઈ નથી"

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરી હતી. હું છેલ્લા 40 વર્ષથી રાજકારણમાં સક્રિય છું. પરંતુ જનતાએ જે જંગી બહુમતીથી ભાજપને વિજય અપાવ્યો છે. તેવો વિજય મેં ક્યારેય અગાઉની ચૂંટણીમાં જોયો નથી. તમામ મનપા, નગરપાલિકા, પંચાયત ભગવા રંગે રંગાઈ ગઈ છે.

અમારો રાષ્ટ્રપ્રેમ અમારી સમાજ સેવા અને પ્રજાલક્ષી કામગીરીનું અમને પરિણામ મળ્યું છે. કોંગ્રેસને આજે ગુજરાતમાં શોધવાથી પણ મળતી નથી. વિપક્ષના નેતાએ અને પ્રદેશ પ્રમુખે રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ થઈ ગઈ છે. તમામ ક્ષેત્રે સરકારની કામગીરી અને કોરોનામાં પણ અમારી કામગીરીને જોઈ છે. તેના કારણે પ્રજાએ ભાજપ પર ફરી મહોર લગાવી છે. કોરોનામાં લોકોએ સરકારની સીધી કામગીરી જોઈ છે. 

બજેટ અંગે નીતિન પટેલનું નિવેદન

આવતીકાલે બજેટ અંગે કહ્યું કે, બજેટની કામગીરી શરૂ થઈ ચૂકી છે. બજેટ છપાઈ પણ ગયું છે. આવતીકાલના મારા બજેટમાં સર્વાંગી વિકાર અને લોકોની અપેક્ષા પૂરું પાડતું બજેટ હશે. 

પેજ પ્રમુખ બનાવવાથી કાર્યકરોએ સારી મહેનત કરીઃ પ્રદિપસિંહ જાડેજા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામ પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, અત્યાર સુધી ન મળી હોય તેવી જીત આ વખતે મળી. પેજ પ્રમુખ બનાવવાથી કાર્યકરોએ સારી મહેનત કરી. અમે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવીશું. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પ્રચાર દરમિયાન જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયત્ન કર્યો. ભાજપના ધારાસભ્યોની બેઠક મળી રહી છે. અમે ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવીશું. નરેન્દ્ર મોદી હંમેશા ગુજરાતના વિકાસની ચિંતા કરે છે.

CM રૂપાણીએ જનતાનો આભાર માન્યો 

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરીવાર ભાજપ ઐતિહાસિક જીત હાંસલ કરવા જઈ રહી છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની પ્રચંડ જીત જોવા મળી રહી છે ત્યારે ભાજપ નેતાઓમાં ખુશીનો માહોલ છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત થઈ રહી છે અને મોટા ભાગની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે ગદગદ થયેલા સીએમ રૂપાણીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. 

ભાજપનું ગઢ છે ગુજરાત 

સીએમ રૂપાણીએ કહ્યું કે ગુજરાતની જનતાએ જુસ્સાથી કોંગ્રેસના લોકોનો વીણી વીણીને સફાયો કર્યો છે. ફરી એકવાર સાબિત થઈ ગયું છે કે ગુજરાત ભાજપનો ગઢ છે અને આ ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે. 

સી.આર પાટીલને પણ અભિનંદન પાઠવ્યા 

સીએમ રૂપાણીએ આ જીતનો શ્રેય પીએમ મોદી અને ગૃહમંત્રી શાહને આપતા કહ્યું કે દિલ્હીમાં તો મોસાળે મા પીરસે તેમ તે પીએમ મોદી ગુજરાતને મદદ કરે છે. સાથે સાથે તેમણે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલને પણ અભિનંદન પાઠવ્યું અને કહ્યું કે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો છે ત્યારે આ પરિણામ આવ્યું છે. 

2022નો પાયો નંખાયો 

સીએમ રૂપાણીએ કહ્યું કે ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો મળી નથી, આ પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ બદલ અભિનંદન પાઠવું છું. 2017માં અમે જીત્યા, 2019માં પણ જીત્યા અને 2021માં પણ જીત્યા છે અને 2022માં પણ ફરીવાર ભાજપની સરકાર માટે પાયો નંખાયો છે. 

કોંગ્રેસ પર નિશાન સાધતાં સીએમ રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ સત્તા જ નહીં વિપક્ષને પણ લાયક નથી પ્રજાએ શોધી-શોધીને કોંગ્રેસને હરાવી છે. 

ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે. ભાજપનું બુલ્ડોજર જાણે પંજા પર ફરી વળ્યું હોય તેમ બપોરે 2 વાગ્યા સુધીના પરિણામ મુજબ 31 જિલ્લા પંચાયતોમાં ભાજપ બહુમતિ તરફ છે. જ્યારે 81માંથી 60 કરતા વધુ નગરપાલિકામાં ભાજપ આગળ છે જ્યારે 231માંથી 200થી વધુ તાલુકા પંચાયતોમાં ભાજપ આગળ દેખાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ