ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / New multi-planet system discovered more 'two planets' like Earth found

OMG / ઐતિહાસિક ઘટના: વૈજ્ઞાનિકોને મળી આવ્યા પૃથ્વી જેવા જ 2 મોટા ગ્રહ, સંશોધનની વિશ્વભરમાં ચર્ચા, જાણો વિગત

Published By: Khyati

Last Updated: 02:59 PM, 24 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NASAના TESS દ્વારા અંતરિક્ષમાં મલ્ટીપ્લૈનેટ સિસ્ટમ હોવાનું આવ્યું સામે , પૃથ્વી જેવા દેખાતા બે ગ્રહો દેખાયા

ADVERTISEMENT

  • નવા મલ્ટીપ્લેનેટ સિસ્ટમની શોધ
  • પૃથ્વી જેવા 2 ગ્રહો મળી આવ્યા
  • MITના વૈજ્ઞાનિકોએ અવકાશમાં કરી શોધ 

નાસાએ ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનૈટ સર્વે સેટેલાઇટ દ્વારા અંતરિક્ષમાં એક મલ્ટીપ્લેનેટ સિસ્ટમની જાણ થઇ છે. આ સિસ્ટમ પૃથ્વીથી ફક્ત 33 પ્રકાશવર્ષની દૂરી પર છે. જેમાં પૃથ્વીના આકારના બે ગ્રહો જોવા મળ્યા. MITના વૈજ્ઞાનિકોએ અવકાશમાં મલ્ટી-પ્લેનેટ સિસ્ટમની શોધ કરી છે. 

પૃથ્વીના કદના બે ગ્રહો મળી આવ્યા

આ મલ્ટિપ્લેનેટ સિસ્ટમના કેન્દ્રમાં એક નાનો અને ઠંડો એમ-વામન તારો છે, જેનું નામ HD 260655 છે. MITના ખગોળશાસ્ત્રીઓ કહે છે કે તેમાં પૃથ્વીના કદના બે ગ્રહો પણ છે. સંશોધકોનું કહેવું છે કે આ ગ્રહો રહેવા યોગ્ય નથી, કારણ કે તેમની ભ્રમણકક્ષા ખૂબ જ ચુસ્ત છે, જેના કારણે ગ્રહનું તાપમાન વધારે છે. ઊંચા તાપમાનને કારણે સપાટી પર પાણી નથી.

પૃથ્વી કરતા 1.2 અને 1.5 ગણા મોટા ગ્રહો

પહેલો ગ્રહ HD 260655b છે જે દર 2.8 દિવસે તારાની પરિક્રમા કરે છે. તે પૃથ્વી કરતાં લગભગ 1.2 ગણો મોટો છે. બીજો ગ્રહ જે બહાર છે તે HD 260655c છે. તે દર 5.7 દિવસે તારાની પરિક્રમા કરે છે. તે પૃથ્વી કરતાં 1.5 ગણો મોટો છે. આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે આ બંને ગ્રહ ખડક જેવા છે.

મલ્ટિપ્લેનેટ સિસ્ટમની શોધતી વૈજ્ઞાનિકો ઉત્સાહિત

મલ્ટિપ્લેનેટ સિસ્ટમની શોધથી વૈજ્ઞાનિકો ખૂબ જ ઉત્સાહિત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ સિસ્ટમ પૃથ્વીની આસપાસના વિસ્તારોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. કેલિફોર્નિયાના પાસાડેનામાં અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની બેઠકમાં વૈજ્ઞાનિકો શોધના પરિણામો વિશે સમજાવશે.

વૈજ્ઞાનિકો કરશે વધુ અભ્યાસ 

સંશોધન ટીમના સભ્ય મિશેલ કુનિમોટોનું કહેવું છે કે આ સિસ્ટમના બંને ગ્રહો તેમના તારાઓની ચમકને કારણે વાતાવરણીય અભ્યાસ માટે શ્રેષ્ઠ લક્ષ્ય માનવામાં આવી રહ્યા છે. આ ગ્રહોની આસપાસનું વાતાવરણ કેવું છે, અહીં પાણી છે કે કાર્બન આધારિત પ્રજાતિઓ છે આ તમામ પ્રશ્નોના જવાબો મેળવવા માટે વૈજ્ઞાનિકો હવે તેનો અભ્યાસ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

33 પ્રકાશ વર્ષ Nasa TESS પૃથ્વી જેવા ગ્રહો મલ્ટીપ્લેનેટ સિસ્ટમ NASA

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ