બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / New equation in Amreli district politics, former BJP MLA to be 'lean'; meeting with Kotdia Patil

લીલી છમ વેલી / અમરેલી જિલાના રાજકારણમાં નવા સમીકરણ, પૂર્વ ધારાસભ્ય ભાજપના થશે 'લીન';કોટડીયાની પાટીલ સાથે બેઠક

Published By: Mehul

Last Updated: 05:26 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલી જીલ્લાના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરતા નવી સમીકરણનાં સંકેત મળી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા કોટડીયા સક્રિય

  • પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાની પાટીલ સાથે મુલાકાત 
  • અમરેલી જિલ્લાના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ 
  • વિધાન સભા ચૂંટણી પહેલા જ કોટડીયા થશે સક્રિય 


અમરેલી જિલ્લાના રાજકારણમાં નવા વળાંકો સર્જાવાની પ્રક્રિયા શરુ થતી હોય તેમ પૂર્વ MLA નલિન કોટડિયા રાજકારણમાં ફરી સક્રિય થતા જોવા મળી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા એ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે મુલાકાત કરતા નવી સમીકરણનાં સંકેત મળી રહ્યા છે. કોટડીયા પોતાના સમર્થનમાં વિશ્વાસ ધરાવતા સમાજના આગેવાનોની એક બેઠક પણ બોલાવશે તેવું જાણવા મળી રહ્યું છે. નલીન કોટડીયા પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલની જીપીપી પાર્ટીમાંથી ધારાસભ્ય્યા તરીકે ચૂંટાયા હતા. ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા કોટડીયા સક્રિય થતા જ ધારીના પૂર્વ ધારાસભ્યો સહીત અમરેલી પંથકમાં અનેક ચર્ચાઓ જાગી છે. 

બીટ કોઈન કાંડમાં સંડોવાયું હતું કોટડીયાનું નામ 

સુરતના શૈલેશ ભટ્ટ બીટ કોઈન કાંડમાં પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાનું પણ નામ સંડોવાયું હતું. સમાજના લોકો સાથે વિશ્વાસ ઘાત કર્યા અંગેના પણ તેઓ પર આરોપ થયા હતા. બીટ કોઈનમાં નામ આવતા જ કોટડીયા ભૂગર્ભમાં જતા રહ્યા હતા. બાદમાં તેઓ જામીન પર રહ્યા અને નિર્દોષ છૂટ્યા હતા. 

ભાજપમાંકોટડીયાનો વિરોધ 

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા સમય પૂર્વે અમરેલીની મુલાકાતે ગયા હતા જ્યાં ધારી વિસ્તારના તમામ પૂર્વ ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા મુખ્યમંત્રીના મંચ પર હતી. પરંતુ કોટડીયાનું નામ સામેલ નહોતું . કોટડીયા મંચ આસીન થયા હતા ત્યારે, મુખ્યમંત્રીના પ્રોટોકોલ  વિભાગે, કોટડીયા ને મંચ પરથી નીચે ઉતારી સામેની હરોળમાં સ્થાન લેવા જણાવ્યું હતું. 

હવે શું ? 

અમરેલી પંથકમાં નલીન કોટડીયા એક મોટું નામ છે. ભાજપના જ કેટલાક નજીકના સહયોગીઓ હવે કોટડીયાને આગળ થવા જોવા માંગતા હોય તેમ, પાટીલ સાથેની મુલાકાત બાદ હવે કોટડીયાની સક્રિયતા અંગે અટકળો વધી છે. ભાજ્પાધ્ય્ક્ષા પાટીલે કોટડીયાને શું આશ્વાસન આપ્યું છે તે અંગે હજુ કોઈ ચોખવટ નથી થઇ પણ, કોટડીયા સક્રિય થશે તો અમરેલીના રાજકારણમાં કઈક નવા-જૂની થવાની શક્યતાઓ નકારી શકાતી નથી   

સંકળાયેલા મુદ્દાઓ

અમરેલી નવા-જૂની પાટીદાર પૂર્વ ધારાસભ્ય બીટ કોઈન ભાજપ ભાજપા પ્રદેશ અધ્યક્ષ મુલાકાત Amreli

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ